<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ખંભાળીયા પાલિકાના ચીફ ઓફીસરની બદલીનાં લેટર અંગે ચિફ ઓફીસર દ્વારા તપાસ

પ સદસ્‍યોની ખોટી સહીઓ સાથેનો લેટર જાહેર થતા ભારે ચર્ચા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯ :. પાલિકાના વર્તમાન ચીફ ઓફીસર રાહુલ કરમૂર સામે પાલિકાના કોઇ સદસ્‍યને અંગત વાંધો કે પ્રશ્ન હોય તેમ તાજેતરમાં ખાનગી રીતે પાલિકાના દશ સદસ્‍યો અને કારોબારી ચેરમેન દ્વારા રાજયના શહેરી વિકાસના કેબીનેટ તથા રાજય કક્ષાના મંત્રીઓને સંબોધીને લખાયેલા તથા પાંચ સદસ્‍યોની ખોટી સહીઓનો આ લેટર જાહેર થતાં સમગ્ર દ્વારકા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું.

પાલિકા ચીફ ઓફીસર શ્રી રાહુલ કરમૂર દ્વારા જણાવેલ કે આ લેટરમાં ખંભાળીયા  પાલિકાનો સત્તાવાર લેટર પેડનો અને જાવક નંબરનો ગેટ ઉપયોગ થયો હોય તપાસ શરૂ કરાઇ છે તથા જરૂર પડયે પોલીસ ફરીયાદ પણ થશે તેમની પાસે કેટલાક પાલિકા સદસ્‍યો દ્વારા તેમણે સહીઓ ના કરી હોય ખોટી સહિઓ હોવાની ફરીયાદ આવ્‍યાનું પણ જણાવતું હતું.

જો કે હાલ પાલિકામાં ર૮ માંથી ર૬ ની ભાજપની તોતીંગ બહુમતી છે. ત્‍યારે આગામી ચૂંટણીમાં  ભાજપને તકલીફ થવાની ચિંતા આ ચીફ ઓફીસર ને લીધે કરતા આ પાલિકા સદસ્‍યો ને શું પેટમાં દુઃખે છે કે પછી કંઇ વહીવટમાં વાંધો પડયો તે બાબતે પણ અનેક ચર્ચાઓ સાથે ભાજપના મજબૂત બહુમતીવાળા શાસનમાં આ નાટક ભારે ચર્ચાસ્‍પદ થયું છે.

(11:26 AM IST)