તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
રાત્રે 8,45 વાગ્યે રાજકોટ જિલ્લામાં ભૂકંપનો આંચકો : ધોરાજી, જેતપુર અને ઉપલેટા સહિતના વિસ્તારોમાં 3,3ની તીવ્રતાનો આંચકો
ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કી,મી દૂર : જેતલસર,પાંચ પીપળા, પેઢલા,સહિતના ગામોમાં આંચકો અનુભવાયો

રાજકોટ : આજે રાત્રે રાજકોટ જિલ્લામાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો , રાજકોટ જિલ્લાના ધોરાજી, જેતપુર અને ઉપલેટા પંથકમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો
આજે રાત્રે 8-45 વાગ્યે ધોરાજી શહેરમાં અનેક જગ્યાએ ધરા ધ્રુજી અને લોકોએ ધરતીકંપનો અનુભવ થયો હતો આચકા થી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો
ધોરાજી, જેતપુર અને અમુક જગ્યાએ ઉપલેટામાં પણ આચકા અનુભવાયા આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 30 km દૂર અને તીવ્રતા 3.33 જેવી હોવાની માહિતી મળેલ છે
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
