<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

જામનગર લોહાણા મહિલા સેવા સમાજ દ્વારા કાર્યક્રમ સંપન્ન

 

જામનગરઃ લોહાણા મહિલા સેવા સમાજ દ્વારા આયોજિત અને કાકુભાઈ જમનાદાસ તન્નાના આર્થિક સહયોગથી જામનગરમાં અભ્‍યાસ કરતા નાત જાતના ભેદભાવ વગરના વિદ્યાર્થીઓને અંદાજિત ૯ લાખ જેટલા રૂપિયાની સ્‍કોલરશીપ આપવામાં આવેલી જે કાર્યક્રમમાં પ્રમુખ સ્‍થાને સમગ્ર હાલાર પંથકના લોહાણા સમાજના પ્રમુખ જીતેન્‍દ્રભાઈ લાલ રહેલા. સાથે સાથે અતિથિ વિશેષ તરીકે ધારાસભ્‍ય દિવ્‍યેસભાઈ અકબરી તથા લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ મોદી સાબુવાળા અને ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી ઉપસ્‍થિત રહ્યા હતા. સંસ્‍થાના સવિશેષ પરિચય એવા સંસ્‍થાના સ્‍થાપક ટ્રસ્‍ટી સુલોચના બેન તન્નાએ આપેલ. કાર્યક્રમના અંતે આભાર દર્શન પુષ્‍પાબેન સોમૈયાએ કરેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા ક્રિષ્‍ના બેન તન્ના, નયનાબેન તન્ના અને  મનીષભાઈ તન્નાએ ભારે જહેમત ઉઠાવેલ. સંચાલન ભાવનાબેન પોપટે કરેલ.

(1:31 PM IST)