<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

કેશોદમાં કાલે જગતગુરૂ રામાનંદાચાર્યજીની પ્રતિમા અનાવરણ : શોભાયાત્રા

 

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા., ૮ : ભારતભરમાં જેમણે ગામડે ગામડે પદયાત્રા કરીને શ્રી રામમંદિરોની સ્‍થાપના કરેલ છે તેવા સનાતન હિન્‍દુ ધર્મોધ્‍ધારક અનંતશ્રી વિભુષિત જગદગુરૂશ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૬ માં પ્રાગટય મહોત્‍સવ નિમિતે - કેશોદ નગરમાં અજાબ રોડ ઉપર શ્રી ગંગનાથ મહાદેવ મંદિર સામે તેમની પૂરા કદની અલૌકિક મૂર્તિ તા.૦૯/૦૧/૨૦૨૬ શુક્રવારના સવારે નગરપાલીકા કેશોદના સહયોગથી શ્રી રામાનંદીય જ્ઞાતિ ઉત્‍કર્ષ મંડળ-કેશોદ દ્વારા સ્‍થાપિત થવા જઈ રહેલ છે. ત્‍યારે સવારે ૯.૩૦ થી બજરંગ ચોક (ફુવારા ચોક) શોભાયાત્રા નો પ્રારંભ થશે. અને પ્રતિમા સ્‍થળ સુધી જશે અને આ અનાવરણ ધાર્મિક કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્‍યશ્રી દેવાભાઈ માલમ, નગરપાલીકા-કેશોદના પ્રમુખશ્રી મેહુલભાઈ ગોંડલીયા, મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી મહંતશ્રી સુખરામ દાશજી બાપુ,ખાખી મઢી-મેંદરડા, મહંત પૂ.રવિદાસ બાપુ, મુરલીમનોહર મંદિર-સુપેડી વિગેરે સંતો-મહંતો- સમાજના અગ્રણીઓ-મહાનુભાવો વિગેરે ની ઉપસ્‍થિતીમાં યોજાઈ રહેલ હોય આ શોભાયાત્રા મુર્તિ અનાવરણના યાદગાર કાર્યક્રમમાં કેશોદ નગરની સનાતન હિન્‍દુ ધર્મપ્રેમી જનતાને વિશાળ સંખ્‍યામાં હાજર રહી લાભ લેવા કેશોદ શ્રી રામાનંદીય જ્ઞાતિ મંડળ પ્રમુખશ્રી જયેશભાઈ કૌશિકની યાદી દ્વારા જણાવવામાં આવે છે. (

(1:27 PM IST)