<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

મોરબી : બોલેરો હડફેટે ખેતશ્રમીકનું મોત

મોરબીના ઉમીયા સર્કલ નજીક કારે બાઇકને ઉલાળતા દંપતિને ઇજા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૭: મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસે ત્રણ દિવસ પૂર્વે સાંજના સમયે રસ્તો ઓળંગી રહેલા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની ખેતશ્રમિકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.

મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના વેજલપર ગામની સીમમાં ઠાકરશીભાઈ વિઠ્ઠલભાઈ બોરીયાની વાડીએ રહી ખેત મજૂરી કરતા બિલામસિંહ બામનીયા ગત તા.૩ જાન્યુઆરીના રોજ સાંજના સમયે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જીજે - ૦૩ - બીઝેડ -૭૯૩૬ નંબરના બોલેરો વાહન ચાલકે બિલામસિંહને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના પત્ની સુમાબેન બિલામસિંહ બામનીયાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં મોરબી શહેરના શનાળા રોડ પર ઉમિયા સર્કલ નજીક ઉમિયાનગરમાં જવા માટે રસ્તો ક્રોસ કરી રહેલા બાઈક ચાલક હરજીવનભાઈ ડાયાભાઈ કલાવડીયા ઉ.૭૩ના બાઈકને નવા બસસ્ટેન્ડ તરફથી આવતી સફેદ કલરની કારના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં હરજીવનભાઈ અને બાઈક પાછળ બેઠેલા તેમના પતી લાભુબેનને શરીરે ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ કાર ચાલક નાસી જતાએ હરજીવનભાઈએ અજાણી કારના ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

(1:50 PM IST)