<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

સાવરકુંડલા સમસ્‍ત મુસ્‍લિમ સમાજના ક્રિકેટ રાઉન્‍ડ મેચમાં ઈરફાન કુરેશી ટીમનો વિજય

સાવરકુંડલાઃ શહેર સમસ્‍ત મુસ્‍લિમ સમાજના ૪૦ વર્ષ ઉપરની ઉંમરના વ્‍યક્‍તિ ના ક્રિકેટ મેચ રાઉન્‍ડ નું આયોજન કરવા માં આવેલ હતું આ ક્રિકેટ મેચમાં ઈરફાન કુરેશીની ટીમના શાનદાર વિજય થયેલ હતો કુલ ચાર ટીમ ને રમાડવા માં આવેલ હતી જેમાં ફાઇનલ મેચમાં ઈરફાન કુરેશી અને પપ્‍પુ મલેકની ટીમ વચ્‍ચે ફાઈનલ મુકાબલો થયેલ હતો જેમાં પપ્‍પુ મલેક ની ટીમ ફાઈનલ માં પ્રથમ દાવ પપ્‍પુ મલેક ઇલેવન એ લીધો હતો અને ૭૮ રનમાં ઓલ આઉટ કરે દીધા હતા અને તેના જવાબમાં ઈરફાન કુરેશી ઇલેવન એ ત્રણ વિકેટ એ રન કરી નાખ્‍યા હતા ૮ વિકેટે શાનદાર વિજય થયેલ હતી  

આ ફાઈનલ મેચમાં અમરેલી જિલ્‍લાના ઇલેક્‍ટ્રિક મીડિયા ના રિપોટર ફારૂક કાદરી એ સુપર દેખાવ કર્યો હતો અને મેચમાં બેસ્‍ટ બેસ્‍ટમેન  તરીકે મેન ઓફ ધી મેચ ઘોષિત કરેલ ચેમ્‍પિયન તરીકે ની ટ્રોફી ઈરફાન કુરેશી ઇલેવન ને આપવામાં આવી હતી

 ચેમ્‍પિયન ટ્રોફી સાવરકુંડલા ના એડવોકેટ મહેબુબભાઈ બાવનકાના હસ્‍તે ઈરફાન કુરેશી ને આપવામાં આવી અને રનરસઅપની ટ્રોફી એડવોકેટ હુસેનભાઇ જાખરાના હસ્‍તે  પપ્‍પુ મલેકને આપવામા આવી હતી.

(1:29 PM IST)