તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
ધ્રોલના નથુવડલા ગામે પત્ની જાણ કર્યા વગર બહાર જતાં માઠું લાગી આવતા શ્રમિક યુવાનનો આપઘાત

ધ્રોલ,તા.૦૭: તાલુકાના નથુવડલા ગામની સીમમાં એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક ૨૫ વર્ષીય શ્રમિક યુવાને પત્નીને માઠું લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનાવર તાલુકાના વતની અને હાલ નથુવડલા ગામે બલવીરસિંહ સજનસિંહ જાડેજાની વાડીમાં ખેત મજૂરી કરતા ગૌતમભાઇ દીનેશભાઇ વસાનીયા (ઉ.વ. ૨૫) એ પોતાની ઓરડીમાં છતના પાઇપ સાથે ચુંદડી બાંધી આત્મહત્યા કરી હતી.
આ બનાવ અંગે મૃતકની પત્ની મમતાબેન વસાનીયાએ પોલીસને વિગત આપી હતી કે, તેઓ પોતાના નાના બાળકને લઈને પતિને જાણ કર્યા વગર પોતાની નણંદના ઘરે ચાલ્યા ગયા હતા, જે બાબતનું ગૌતમભાઇને મનોમન લાગી આવતા તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જે.કે. દલસાણીયાએ કાર્યવાહી હાથ ધરી છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
