તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
કચ્છના મુન્દ્રામાં ચુડાસમા રાજપૂત સમાજનું સ્નેહમિલન યોજાઈ ગયું : ભાલ પંથક અને ધંધુકા પંથકના આગેવાનોની ઉપસ્થિતી
સદગુરુ આશ્રમ ના માતાજી મૃદુલા બાબા એ આશીર્વાદ આપીને ફેશન અને વ્યસન થી દૂર રહેવા અનુરોધ કર્યો : કચ્છ ના દરેક તાલુકા માંથી કુલ 60 થી 70 જેટલાં પરિવાર ના 200 સભ્યો એ સ્નેહમિલન માં ભાગ લીધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : કચ્છના મુન્દ્રામાં કચ્છ મા વસતા ચુડાસમા રાજપૂત સમાજ ના સ્નેહમિલન નો કાર્યક્રમ ભાલ પંથક ના ચુડાસમા સમાજ ના પ્રમુખ શ્રી જયવીરસિંહ ચુડાસમા ની અધ્યક્ષતા માં યોજાયો જેમાં તેમની સમગ્ર કારોબારી અને હરપાલસિંહ પણ ઉપસ્થિત રહેલ .ધંધુકા સમાજ ના માલદેવસિંહ, નરેન્દ્રસિંહ અને ઉપપ્રમુખ મહાવીરસિંહ ની પણ ઉપસ્થિત અને માર્ગદર્શન રહેલ અને ભાલ પંથક પ્રમુખ જયવીરસિંહજી એ ધંધુકા ચુડાસમા સમાજ દ્વારા ચાલતા શૈક્ષણિક સંકુલ,હોસ્ટેલ અને નવા નિર્માણાધીન પ્રોજેક્ટ ની માહિતી પણ આપેલ. મુખ્ય મહેમાન તરીકે ભાયાવદર પંથક ના પ્રમુખ ઇન્દ્રવિજય સિંહ ચુડાસમા અને તેમની સમગ્ર કારોબારી પણ ઉપસ્થિત રહેલ.
સદગુરુ આશ્રમ ના માતાજી મૃદુલા બાબા એ આશીર્વાદ આપી ફેશન અને વ્યસન થી દૂર રહેવા જણાવેલ. કચ્છ ના દરેક તાલુકા માંથી કુલ 60 થી 70 જેટલાં પરિવાર ના 200 સભ્યો એ સ્નેહમિલન માં ભાગ લીધો... આ કાર્યક્રમ ના આયોજન ની જેહમત મુન્દ્રા ના સામાજિક અગ્રણી અને ઉધોગપતિ એવા
ધ્રુવરાજસિંહ ચુડાસમા ની આગેવાની હેઠળ કિશોરસિંહ, કપિલદેવસિંહ , વિરમદેવસિંહ,ખોડુભા, મિતરાજસિંહ વગેરે એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
