<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ધ્રોલના હરીપરમાં શ્રી ગોરડીયા હનુમાનજી મંદીરે ૩પ હજાર ભાવિકોએ મહાપ્રસાદ લીધો

મુર્તિ શિખરની પ્રાણ પ્રતિષ્‍ઠાની શાષાોકત વિધિ : પૂજન, અર્ચનમાં ભકતો ઉમટયા

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ, તા., પ :  ધ્રોલ નજીકના હરીપર ખાતે શ્રી ગોરડીયા હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ ત્રિ દિવસીય ધાર્મિક મહોત્‍સવ પ્રસંગે તા. ૩/૧/૨૦૨૬ ના રોજ સવારે ગણપતિ પૂજન સ્‍થાપિત દેવતાનું પૂજન તેમજ બપોરે ૩.૩૦ કલાકે મૂર્તિ શિખરની પ્રાણ પ્રતિષ્ઠાની શાષાોતક વિધિની પૂજન અર્ચન સાથે માં અભિષેક કરવામાં આવેલ.

 શ્રી ગોરડીયા હનુમાનજી મંદિરના શિખર ઉપર સાંજે ર.૨૮ મિનિટે કળશની પ્રાણ પ્રતિષ્ઠા તથા ધ્‍વજા રોહણ પ્રસંગે હાજર રહેલા હજારો ધાર્મિક ભક્‍તો દ્વારા વાજ઼તે ગાજતે કળશને લઈ જઈને શિખર ઉપર કળશ પધરાવેલ તેમજ જીને તજાદંડ ઉપર ફરકાવીને પુષ્‍પ વર્ષા કરવામાં આવેલ તેમજ આ પ્રસંગે કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે બીડુમાવવામાં આવેલ.

 આ ત્રી દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં ધ્રોલ સહિત સમગ્ર વિસ્‍તારમાં થી હજારો ધર્મ પ્રે્રમી ભાઈઓ તથા બહેનોએ ધર્મ લાભ મેળવેલ તેમજ આ સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન માટે ધ્રોલ હરીપર ખારવા વાગુદડ સહિતના ગામોના ભાઈઓ તથા બહેનો એ સેવા આપીને કાર્યક્રમની સુંદર વ્‍યવસ્‍થા સંભાળેલ.

 આ ત્રિ દિવસીય ધાર્મિક મહોત્‍સવ પ્રસંગે ભાગ લેનાર ભક્‍તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજિત ૩૦ થી ૩૫,૦૦૦ જેટલા ભક્‍તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

 શ્રી ગોરડીયા દાદાના આ નવનિર્મિત મંદિરનું નિર્માણ અંદાજે ૧.૫૦ કરોડના ખર્ચે કરવામાં આવેલ છે આ ધાર્મિક પ્રસંગમાં પધારેલા ભક્‍તો દ્વારા ઉદાર હાથે ૨૫ લાખ રૂપિયા જેવી મતભર રકમનું દાન આ ધાર્મિક સ્‍થળના વિકાસ માટે આવેલ છે.

 આ ધાર્મિક પ્રસંગે સામાજિક ધાર્મિક તેમજ રાજકીય આગેવાનોએ હાજરી આપી દર્શનનો લાભ મેળવી શ્રી ગોરડીયા હનુમાનજી દાદાના આશીર્વાદ મેળવેલ.

(1:34 PM IST)