તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th January 2026
મોરબીના ફ્લોરા હોમ્સ નજીકથી મોટર સાઈકલની ચોરી કરેલ શખ્શ ઝડપાયો.
ફરિયાદના આધારે મોરબી એલસીબી ટીમે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ફ્લોર હોમ્સ પાસેથી કોઈ અજાણ્યો ઇસમ હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કરી ગયો હોવાની સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે મોરબી એલસીબી ટીમે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના વોરા બાગ પાસે આવેલ ફ્લોરા હોમ્સમાં રહેતા અશ્વિનભાઇ હરજીવનભાઇ સિતાપરા (ઉ.વ.૪૪) એ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨ ના રોજ ફલોરા હોમ્સ પાસે ક્રિષ્ણા ઓટો ગેરેજ પર તેમનું હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં.GJ02CD8923 કીમત રૂ.૨૦,૦૦૦ વાળું પડ્યું હોય તેની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોધાવતા મોરબી એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
