તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd January 2026
કાલાવડ જામનગર હાઈવે પર ખંઢેરા ગામ પાસે એસટી બસ પલટી :20 થી વધુ મુસાફરો ઘાયલ : ત્રણ ગંભીર : જુઓ વિડીયો
કાલાવડ ગ્રામ્ય પોલીસ ધટના સ્થળે: ઇજાગ્રસ્તોને 108 મારફતે કાલાવડ સીવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા: ત્રણ મુસાફરોને ગંભીર હાલતમાં જામનગર સારવાર માટે ખસેડાયા

જામનગર : કાલાવડ જામનગર હાઈવે પર ખંઢેરા ગામ પાસે એસટી બસ પલટી ગઈ હતી, ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા એસટીની બસ પલ્ટી જતા અનેક મુસાફરો ઘાયલ થયા હતા
મળતી વિગત મુજબ કાલાવડ-જામનગર હાઇવે પર કારા છિપરા હનુમાન પાસે ગોલાઈમાં એસ ટી બસની પલટી ગઈ હતી,
જૂનાગઢ - જામનગર એસ.ટી. બસ પલટી ગઈ હતી, બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસ ધટના સ્થળે પહોંચી હતી, ઇજાગ્રસ્તોને 108 મારફતે કાલાવડ સીવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો કેટલાક લોકોને જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે દુર્ઘટનાને પગલે કાલાવાડ પંથકમાં અરેરાટી ફેલાઈ છે
બસ પલ્ટી જતા 20 થી વધુ મુસાફરો ઘાયલ હતા જેમાં ત્રણ મુસાફરોને ગંભીર હાલતમાં જામનગર સારવાર માટે ખસેડાયા છે (તસવીરો વિડીયો : કિંજલ કારસરીયા, જામનગર)
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
