તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd January 2026
અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાનો પુત્ર વિડીયો વાયરલ કરીને લાપત્તા
રવિ પાનસુરીયાએ જણાવ્યું કે, ૧૦-૧ર કરોડ વ્યાજ આપ્યુ છે, આ બધું હવે સહન થતુ નથી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩ : અમરેલી જિલ્લા ભાજપનાં ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિ સુરેશ પાનસુરીયાનો યુવા પરિણીત પુત્ર રવિ વડોદરાથી સાવરકુંડલા ખોડીયાર માતાજીનાં મંદિરે દર્શન કર્યા બાદ અચાનક ગુમ થઇ જતા પોલીસમાં જાણ કરાઇ હતી અને ત્યાર બાદ સામે આવેલી વિસ્ફોટક વિગતોથી ખળભળાટ મચી ગયો છે. રવિનો ૩૫ સેકન્ડનો વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે તેમના પપ્પા (સુરેશભાઈ પાનસુરીયા) ને સંબોધી જણાવ્યું છે કે, ‘ૅઆ ટોર્ચર સહન નથી થતુ, ૧૦-૧૧ કરોડ વ્યાજ આપ્યું છે, આ બધુ હવે સહન નથી થતું, હું જે કરૂ છું તે મજબુરીનાં લીધે કરૂ છુંૅ તે મતલબનો વિડીયો અને સાથે અંગ્રેજીમાં તેમણે લખેલ બે કાગળો પણ સામે આવ્યાં છે. આ કાગળમાં જણાવ્યાં અનુસાર તેમણે ૧૬ વ્યક્તિઓનાં નામ આપી જણાવ્યું છે કે, રૂા. ૧૧.૨૫ કરોડ ધંધા માટે મેં લીધા હતાં જેમાં ૨ ટકા પ્રમાણે ૧૦.૫૦ લાખ વ્યાજ પણ ચુકવ્યું છે અને એ સવા અગીયાર કરોડ સામે ૪.૯ કરોડનાં મિલ્કતનાં દસ્તાવેજો કરી આપ્યાં છે. ૩.૩૮ કરોડ બેંક -ટ્રાન્સફર કર્યા છે અને માત્ર ૨.૯૭ કરોડ બાકી હોય તેની સામે ૧૫ કરોડની માંગણી થઇ રહી છે જેના કારણે મારે આ પગલુ ભરવુ પડે છે. ગુમ થનાર રવિનાં કાકા મનીષભાઇ પાનસુરીયાએ જણાવ્યું છે કે, તેમણે દિક્ષીત પટેલ પાસેથી આ રકમ લીધી હતી અને અમને ભરોસો છે કે, પોલીસને અમે જાણ કરી છે જેથી પોલીસ સમયસર પગલા લઈ અને યોગ્ય કરશે. વ્યાજની આવી મોટી લેણદેણ અને તેમાં રાજકીય આગેવાન અને ઉદ્યોગપતિનો પરિણીત પુત્ર સ્યુસાઇડ નોટ લઇ ગાયબ થઇ જાય તે ઘટનાએ અમરેલી જિલ્લામાં અને વડોદરામાં પણ ખળભળાટ મચાવ્યો છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
