તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd January 2026
આકાશવાણી ભુજ કેન્દ્ર ફરી બંધ કરવાની હિલચાલ: આવતીકાલથી બીજી સભાનું સ્થાનિક પ્રસારણ નહીં થાય
વડાપ્રધાન નરેન્દ્રભાઈની મન કી બાત કાર્યક્રમે રેડિયોની લોકપ્રિયતા સાબિત કર્યા બાદ કુદરતી આપત્તિઓ અને યુદ્ધ જેવા મુદ્દે સંવેદનશીલ સરહદી જિલ્લામાં રેડિયોનો વીટો વાળવાના પ્રયાસની લોકોમાં ભારે ટીકા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : કેન્દ્રના માહિતી પ્રસારણ વિભાગ દ્વારા દેશની પશ્ચિમી સરહદે આવેલા સંવેદનશીલ કચ્છ જિલ્લામાં આકાશવાણીનું ભુજ કેન્દ્ર બંધ કરવાની હિલચાલ લોકોમાં ટીકા સાથે ચર્ચાનું કેન્દ્ર બની છે. મળતી માહિતી મુજબ ભુજ આકાશવાણી કેન્દ્ર સંપૂર્ણ બંધ કરવા પૂર્વે હાલ ૫ વાગ્યા પછી થતી બીજી સભાનું સ્થાનિક પ્રસારણ બંધ કરી અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ કરાશે. હાલ માત્ર પહેલી સભાનું તેમ જ સમાચાર બુલેટિનનું પ્રસારણ સ્થાનિક ભુજ કેન્દ્ર ઉપરથી થશે. આ સાથે જ સ્થાનિક કચ્છી ભાષાના કાર્યક્રમો બંધ થઈ જશે. સૌથી મોટું નુકસાન યુદ્ધ જેવી પરિસ્થિતિ અને કુદરતી આપત્તિઓના સંકટ વેળાએ થશે. આકાશવાણી ભુજ ના કારણે કચ્છની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો ધબકાર જીવંત હતો એ પણ બંધ થવાની ભીતિ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના મન કી બાત કાર્યક્રમની લોકપ્રિયતાએ રેડિયોનું મહત્વ સિદ્ધ કર્યું છે ત્યારે આકાશવાણીના નાના નાના કેન્દ્રો બંધ કરવાની હિલચાલ ટીકા પાત્ર છે. લોકોમાં પણ આ અંગે ભારે રોષ છે.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
