<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

વંથલીના ગાદોઇ ગામના વરુધ્‍ધનો ગળાફાંસો ખાઈને આપઘાત

ઝેરી દવા પી લેતા કેશોદનાવરુધ્‍ધનું મૃત્‍યુ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨:  વંથલીના ગાદોઇ ગામના વળધ્‍ધે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા અને ઝેરી દવા પી લેતા કેશોદના વળધ્‍ધનું મળત્‍યુ થતાં પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

વંથલી તાલુકાના ગાદોઈ ગામના કરશનભાઇ ગોવિંદભાઇ કટારીયા ઉ.વ. ૬૦ નામના વળધ્‍ધે કોઇ પણ અગમ્‍ય કારણોસર પોતે પોતાની રીતે પોતાના ઘરે રૂમની છતના લાકડાના પીઢીયામા દોરી બાંધી ગળેફાસો ખાઇ આત્‍મહત્‍યા કરી પોલીસે તપાસ હાથ ધરી હતી.

કેશોદ ખાતે આંબેડકર નગર રોડ વિસ્‍તારમાં રહેતા મુંજાભાઇ સોમાભાઇ રાવલીયા ઉ.વ. ૬૦ નામના વળધ્‍ધે ઝેરી દવા પી લેતા જુનાગઢ સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા સારવાર દરમિયાન મુંજાભાઇનું મળત્‍યુ નિપજ્‍યું હતું. પોલીસે આપઘાત પાછળનું કારણ બહાર નહીં આવતા તપાસ હાથ ધરી હતી.

વંથલીના બતુલબેન અકબરઅલીભાઇ વાઘેલા ઉ.વ. ૮૩ નામના વળધ્‍ધા સેટી ઉપરથી નીચે પડી જતા માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા થતા રાજકોટ સરકારી હોસ્‍પિટલમાં તેનું સારવાર દરમ્‍યાન મળત્‍યુ થયું હતું.

જૂનાગઢના રામદેપરામાં રહેતા રહેમાનશા હબીબશા સર્વદી ઉ.વ. ૬૦ નામના વળધ્‍ધ કોંઇ અગમ્‍ય કારણોસર ઘઉમાં નાખવાના ટીકડા ખાઇ લેતા તેનું મળત્‍યુ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.(૨૩.૮)

 

 

 

 

 

 

(11:05 AM IST)