તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th December 2025
31મી ડિસેમ્બરની ઉજવણી પહેલા જામનગર જિલ્લામાં કડક ચેકીંગ અભિયાન શરૂ : ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકીંગ
DySP - 04, PI - 24, PSI - 35 કુલ - 65 પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાન/ગ્રામ્ય રક્ષક દળ તથા ટ્રાફિકના પોલીસ સ્ટાફ મળી કુલ-600 કર્મચારી સહિત જામનગર જીલ્લામાં આશરે-700 પોલીસ અધિકારીઓ તથા કર્મચારી સ્ટાફ દ્વારા બંદોબસ્ત

જામનગર : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોક કુમાર સાહેબ (IPS) નાઓએ તથા જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS)ના માર્ગદર્શન મુજબ 31-ડિસેમ્બરની ઉજવણીમાં જામનગર જીલ્લાના નાગરીકો શાંતિમય માહોલમાં ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે અનુસંધાને પોલીસ દ્વારા સુચારૂ આયોજન કરી, વિશેષ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવશે.
જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી બંદોબસ્તમાં જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની સાહેબ (IPS) નાઓની અધ્યક્ષતામાં DySP - 04, PI - 24, PSI - 35 કુલ - 65 પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાન/ગ્રામ્ય રક્ષક દળ તથા ટ્રાફિકના પોલીસ સ્ટાફ મળી કુલ-600 કર્મચારી સહિત જામનગર જીલ્લામાં આશરે-700 પોલીસ અધિકારીઓ તથા કર્મચારી સ્ટાફ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવશે.
31st December ઉજવણી બંદોબસ્તમાં પ્રોહીબિશનની પ્રવુત્તિને સદંતર ડામવા Body Worn Cameras - 206 તેમજ Breathanalysers - 52 નો ઉપયોગ કરીને તેમજ Breathanalysers થી ચેક પોસ્ટ પર સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે તથા જાહેર રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોને ચેક કરી નશો કરનાર ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ચેકપોસ્ટ:- ૦૮
31st December ઉજવણી બંદોબસ્ત અનુસંધાને આંતર જિલ્લા ચેક પોસ્ટ કુલ - ૦૮ કાર્યરત કરવામાં આવેલ છે જે ચેક પોસ્ટ ખાતે સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવશે.
SHE TEAM:-
જામનગર જિલ્લામાં મહિલાઓની સુરક્ષા માટે ‘SHE TEAM" કુલ - ૧૬ તથા Anti-Rames Squad (એન્ટી રોમીયો વોડ) ની ટીમો કાર્યરત કરીને બંદોબસ્ત જાળવવામાં આવશે.
જામનગર જીલ્લા પોલીસ દ્વારા ફોરવહીલ - 30 તથા 112 જનરક્ષકની બોલેરો 27 તથા પોલીસ બાઇક - 80 સહિત કુલ - 137 વાહનો તથા માઉન્ટેડ યુનિટ ધોડેશ્વાર સાથે 31-December ઉજવણી બંદોબસ્ત અંગે પેટ્રોલિંગ રાખવામાં આવશે.
LCB ટીમ દ્વારા જીલ્લાના પ્રોહીબિશન બુટલેગર / પ્રોહીબિશનની પ્રવૃત્તિ કરનાર ઈસમો ઉપર ખાસ વોચ રાખી ચેક કરવામાં આવશે તેમજ ઈવેન્ટ યોજનાર તમામ રિસોર્ટ તેમજ ફાર્મ હાઉસ પર કડક ચેકિંગનું આયોજન કરવામાં આવનાર છે.
SOG ટીમ દ્વારા ડ્રગ્સ ડીટેકશન કીટ દ્વારા નશીલા પદાર્થોનુ સેવન કરનાર ઇસમો ઉપર વોચ રાખવામા આવશે.
CYBER ટીમ દ્વારા સોશિયલ મિડીયા પર સતત મોનિટરીંગ રાખવામાં આવશે તેમજ વાંધાજનક પોસ્ટ મુકનાર વ્યક્તિ ઉપર ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જગ્યા, હોટલ, ધાબા, ટુરીસ્ટ સ્થળ, ગેસ્ટ હાઉસ, ભીડભાડ વાળી જગ્યાઓ તથા ઇન્ડસ્ટીઝ એરીયાઓમાં "સર્વેલન્સ સ્ક્વોડ" થી ચેકીંગની કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં જામનગરના નાગરીકો 31st December શાંતિપુર્વક તેમજ ઉત્સાહભેર ઉજવણી કરી શકે તેના માટે તા.૩૦/૧૨/૨૦૨૫ તથા તા.૩૧/૧૨/૨૦૨૫ બે દિવસ માટે જામનગર જીલ્લામાં સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરી. જીલ્લામાં પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃત્તિ કરતા ધંધાર્થીને ચેક કરી તેઓની પ્રવૃત્તિ ઉપર ખાસ નજર રાખી ગેરકાયદેસર પ્રવ્રુતિ આચરનાર ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જામનગર જિલ્લાનાં પ્રોહીબિશન બુટલેગર્સ તથા પ્રોહીબિશનનાં ધંધામાં પકડાયેલ ઇસમો ઉપર લોકલ કાઇમ બ્રાન્ચ (LCB) તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) તથા પેરોલ એબસ્કોન્ડર સ્કોડ તથા સર્વેલન્સ સ્કવોડ ની સ્પેશયલ ટીમોની રચના કરીને વોચ રાખવામાં આવશે.જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ત્વરિત પ્રતિસાદ અને મદદ મળી તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ ટીમ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવશે.
જનરક્ષક 112
સાયબર હેલ્પ લાઇન 1930
કન્ટ્રોલ રૂમ WhatsApp Number 63596 27800


(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
