તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th December 2025
ખંભાળીયામાં મોકડ્રીલ

ખંભાળીયાઃ જાણીતી સંસ્થા સંસ્કાર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત તેની શાળાઓ અને કોલેજો દ્વારા આપદાની સ્થિતી જેમકે ધરતીકંપ, આગ વિગેરે સ્થિતી વખતે બિલ્ડીંગમાંથી વિદ્યાર્થીઓને સુરક્ષીત જગ્યાએ ખસેડવાની મોકડ્રીલ તાજેતરમાં યોજવામાં આવી હતી. સંસ્થાના મેનેજમેન્ટના સીધા માર્ગદર્શન હેઠળ શાળા કોલેજોના આચાર્યો, ઉપાચાર્યો, શિક્ષકો, નોડલ ઓફીસરો તથા સેન્ટ્રલ ઓફીસના સ્ટાફ મેમ્બરોએ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી આ મોકડ્રીલને સફળ બનાવી હતી. શાળાઓ કોલેજોના વિદ્યાર્થીઓને ત્રણ માળમાંથી સુરક્ષીત રીતે ખસેડી કોઇપણ અવ્યવસ્થા વિના સુવ્યવસ્થીત રીતે ગણતરીની મિનીટોમાં દરેક બિલ્ડીંગથી ૧પ ફૂટના સુરક્ષીત અંતરે ખસેડી લેવામાં આવ્યા હતા.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
