તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th December 2025
કચ્છના મુન્દ્રામાં જૂની બીએડ કોલેજ વિસ્તારમાં ઝેરી મધમાખી નો આતંક: ૩૦ થી વધુ લોકોને કરડી
સેંકડો રહેવાસીઓ અને વાહનચાલકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું, તંત્રને પગલાં ભરવા રહેવાસીઓ સાથે સામાજિક કાર્યકર રાજ સંઘવીની રજૂઆત, ભૂતકાળમાં મધમાખીને કારણે મોતના બનાવો બની ચૂક્યા છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : કચ્છના મુન્દ્રાના જૂની બીએડ કોલેજ વિસ્તાર માં હોળી ચકલા નજીક છેલ્લા ઘણા સમયથી થી ઝેરી મધમાખીઓ એ આતંક ફેલાવ્યો છે એ તકલીફ ના કારણે આ વિસ્તાર માં રહેતી ગૃહિણીઓ એ આજે મુન્દ્રા મામલતદાર કલ્પનાબેન ગોંધિયાને આવેદન પત્ર પાઠવ્યું હતું. તેમજ આ વિસ્તાર માં રહેતા અને સામાજિક અગ્રણી રાજ સંઘવીએ માંડવી મુન્દ્રા વિસ્તાર ના પ્રાંત અધિકારી ભગીરથ સિંહ ઝાલાને ઝેરી મધમાખી અંગે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
આ પત્ર માં આ વિસ્તાર માં રહેતી ગૃહિણીઓ એ મામલતદાર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે મુન્દ્રા ના રહેણાંક વિસ્તાર એવા જૂની બીએડ કોલેજ વિસ્તાર હોળી ચકલા નજીક ઝેરી મધમાખી એ છેલ્લા ઘણા સમયથી આતંક ફેલાવ્યો છે અને ૩૦ થી વધુ લોકો આ ઝેરી મધમાખીના ડંખના શિકાર બન્યા છે. આ ઝેરી મધમાખીના આતંકથી આસપાસના સેંકડો રહેવાસીઓ તેમજ અહીંથી પસાર થતા રાહદારીઓ, ટુ વ્હીલર ચાલકો ભયભીત બન્યા છે. જાણે આ મધમાખીઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હોય એમ આ વિસ્તાર સુમસામ ભાસે છે. મહિલાઓ એ જણાવ્યું કે આ વિસ્તાર માંથી પસાર થતા અમારા બાળકો તેમજ અન્ય વિસ્તાર ના બાળકો અંગે અમને મોટી ચિંતા છે અને આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા સ્થાનિક મહિલા ઓ એ વિનંતી કરી હતી..
આ વિસ્તાર માં રહેતા યુવા સામાજિક કાર્યકર રાજ સંઘવી એ જણાવ્યું હતું કે લોકો એ આ વિસ્તાર માંથી પસાર થવાનું બંધ કર્યું છે.
અચાનક માખીઓનું ઝુંડ લોકો ઉપર તૂટી પડે છે અને ખાસ માથા ના ભાગે, પીઠ ના ભાગે અને હાથ ના ભાગે ડંખ મારે છે..
શનિ -રવિ માં બે દિવસ માં ૮ જણ આ મધમાખી ના શિકાર બન્યા હતા અને તેમાના એક દૂધ ની ફેરી કરતા ધંધાર્થી માખીઓ કરડતા પોતાની દૂધ ભરેલી બાઈક મૂકી ને હોસ્પીટલ દાખલ થયા હતા.
કોઈ પણ દુર્ઘટના સર્જાય એ પહેલા જ આ ઝેરી મધમાખીઓના આતંક ને ડામવા આ વિસ્તાર ના રહેવાસીઓ એ મામલતદાર ને તેમજ પ્રાંત અધિકારી સમક્ષ માંગણી કરી છે. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
