<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

છઠ્ઠી જાન્‍યુઆરીએ બગદાણામાં પૂ.બજરંગદાસબાપાનો ૪૯મો પૂણ્‍યતિથી મહોત્‍સવ

૧ લાખથી વધુ ભાવિકો ઉમટશેઃ પૂજન, અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૯: ગોહિલવાડમાં આવેલા સુપ્રસિદ્ધ તીર્થસ્‍થળ બગદાણા ગામે આવેલા અલગારી સંત પૂ.બજરંગદાદબાપાના  ગુરૂઆશ્રમ ખાતે પૂ.બાપાના ૪૯ માં પુણ્‍યતિથિ મહોત્‍સવનું ભાવ અને શ્રદ્ધાભેર ઉજવવાનું આયોજન આયોજન કરવામાં આવ્‍યું છે.

પ્રતિવર્ષની જેમ પુણ્‍યતિથિ મહોત્‍સવમાં એક લાખથી પણ વધુ ભાવિકો બાપાના ચરણોમાં આવીને શીશ નમાવી ને ધન્‍યતા પ્રાપ્ત કરશે.

આ મસ મોટા આયોજન માટેની તૈયારીઓ બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે શરૂ કરવામાં આવી છે.

આ મંગળ મહોત્‍સવ આગામી તા. ૬/૧/૨૦૨૬ ને મંગળ વારના રોજ યોજાનાર છે ત્‍યારે જરૂરી તમામ પ્રકારની વ્‍યવસ્‍થાઓને પહોંચી વળવા અહીં નિયમિત રૂપે નિઃસ્‍વાર્થ ભાવે સેવા બજાવતા બાપાના હજારો ભાઈઓ તેમજ બહેનો, સ્‍વયંસેવકો સેવા બજાવશે.

દર વર્ષેની જેમ જિલ્લાના સરકારી વિભાગોની સાથે સમગ્ર ટ્રસ્‍ટી મંડળ તથા સ્‍વયંસેવકો સાથે આ પ્રસંગ માટે કાર્ય સંકલન કરવામાં આવશે. જેમાં આગોતરી વ્‍યવસ્‍થા માટે બેઠક કરવામાં આવશે.

દરમિયાનમાં આજરોજ તા.૨૮ ને રવિવારના રોજ આશરે ૩૫૦ ગામોના બબ્‍બે પ્રતિનિધિ લેખે ૭૦૦ જેટલા સ્‍વયંસેવકોની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આગોતરા આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં અલગ અલગ વિભાગોમાં સેવાકાર્ય સોંપવા માટેની કાર્યવાહી થશે.

પુણ્‍યતિથિ મહોત્‍સવને રંગે ચંગે ઉજવવા માટે ગુરુઆશ્રમના સમગ્ર પરિસરને ફૂલો તેમજ હારતોરા તથા રાત્રિના જગમગાટ રોશનીથી જળાહળા કરવામાં આવશે.

અત્રે એ નોંધનીય છે કે પૂજ્‍ય બાપાનો દેહવિલય તા. ૯ જાન્‍યુઆરી ૧૯૭૭ ના રોજ થયો હતો.

પછીના વર્ષથી દર વર્ષે બાપાના આશ્રમમાં પુણ્‍યતિથિ મહોત્‍સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. જે મુજબ આગામી પુણ્‍યતિથિ મહોત્‍સવ ૪૯ માં પુણ્‍યતિથિ મહોત્‍સવ તરીકે ઉજવવામાં આવશે.

(11:51 AM IST)