<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી યથાવત

ગિરનાર ૯.૬, નલીયા ૧૧.૪, જામનગર ૧૪.પ, રાજકોટમાં ૧પ.૪ ડીગ્રી લઘુતમ તાપમાન

 

રાજકોટ, તા., ૨૯ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીની અસર બરકરાર છે. આજે ગિરનાર પર્વત ઉપર ૯.૬, નલીયામાં ૧૧.૪, જામનગરમાં ૧૪.પ, રાજકોટમાં ૧પ.૪ ડીગ્રી લઘુતમ તાપમાન રહયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : આજે સવારે ઠંડીમાં ઘટાડો જોવા મળ્‍યો હતો પરંતુ ગિરનાર પર તાપમાન ૯.૬ ડિગ્રી નોંધાયું હતું.

ગઈકાલે ગિરનાર પર્વત ઉપર ૮.૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યા બાદ આજે સવારે પારો ઉપર ચડીને ૯.૬ ડિગ્રીએ સ્‍થિર થતા ઠંડીથી પ્રવાસીઓએ આંશિક રાહત અનુભવી હતી.

જ્‍યારે જુનાગઢ શહેરમાં આજે સવારે લઘુતમ તાપમાન સામાન્‍ય વધારા સાથે ૧૪.૬ ડિગ્રી નોંધાયુ હતું પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહેતા ગુલાબી ઠંડીનું મોજુ રહ્યું હતું સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૪ કિલોમીટરની રહી હતી.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.પ, મહતમ તાપમાન ર૮.પ, ભેજનું પ્રમાણ ૭ર ટકા, પવનની ગતી ૩.૬ કી.મી. રહી છે.
કયાં કેટલી ઠંડી

શહેર લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત         ૯.૬  ડિગ્રી

અમદાવાદ        ૧૫.૬   ડિગ્રી

બરોડા  ૧૩.૬   ડિગ્રી

ભાવનગર        ૧પ.૮   ડિગ્રી

ભુજ    ૧૪.૪  ડિગ્રી

દમણ  ૧પ.૮  ડિગ્રી

ડીસા   ૧૨.૮   ડિગ્રી

દીવ    ૧પ.૯   ડિગ્રી

દ્વારકા  ૧૯.૦  ડિગ્રી

ગાંધીનગર        ૧પ.૦ ડિગ્રી

કંડલા  ૧૬.૫ ડિગ્રી

નલીયા ૧૧.૪  ડિગ્રી

ઓખા ર૦.૭ ડિગ્રી

પોરબંદર         ૧૭.૨ ડિગ્રી

રાજકોટ           ૧૫.૪  ડિગ્રી

સુરત   ૧૮.૪ ડિગ્રી

વેરાવળ          ૧૮.૬ ડિગ્રી

(11:48 AM IST)