તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th December 2025
મોરબીની જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 18 વર્ષે પુન: મળ્યા: જુની યાદો તાજા કરી
આગામી દિવસોમાં આ કોલેજમાં સાથે ભણતા અને હાલ કોન્ટેકમાં ન હોય તેવા અન્ય મિત્રોનો પણ કોન્ટેક્ટ કરવા માટે શું કરી શકાય ? તે સહિતની બાબતોની ચર્ચા કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીની જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 18 વર્ષે પુન: મળ્યા હતા અને સમયની જુની યાદો તાજા કરી હતી. મળવાનું અને જૂની યાદો તાજી ક૨વા માટેનું આયોજન નક્કી કર્યુ હતું. જોકે બી.એડ. કોલેજ હોવાના લીધે જુદા-જુદા જિલ્લાઓમાંથી અને રાજ્યની બહારથી પણ વિદ્યાર્થીઓ તે સમયે સાથે ભણતા હોવાથી વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ કરવો મુશ્કેલ હતો. છતાં પણ જેટલા વિદ્યાર્થીઓને મળી શકાય તેટલા વિદ્યાર્થીઓને એકત્રિત કરીને મળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 20006-07 માં એટલે કે 18 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને જેટલા મિત્રો સાથે મળી શક્યા તેટલા વિદ્યાર્થીઓ મોરબી નજીકના હોટલમાં મળ્યા હતા.
વિદ્યાર્થીઓએ પોતાના વર્ષ 2006-07 માં સાથે રહ્યા તે સમયના યાદગાર કિસ્સાઓને વાગોળ્યા હતા. તથા આગામી દિવસોમાં આ કોલેજમાં સાથે ભણતા અને હાલ કોન્ટેકમાં ન હોય તેવા અન્ય મિત્રોનો પણ કોન્ટેક્ટ કરવા માટે શું કરી શકાય ? તે સહિતની બાબતોની ચર્ચા કરી હતી અને ભવિષ્યમાં વધુ સહપાઠીઓ કે જેઓ વર્ષો પહેલા સાથે અભ્યાસ કરતા હતા. તેઓને મળી શકાય તેઓની સાથે સમય વિતાવી શકાય અને જૂની યાદો તાજા કરી શકાય તે માટે આગામી દિવસોમાં વધુ પ્રયાસો કરીને વધુ મિત્રો એકત્ર થઈ શકે તેવું આયોજન કરવાનું પણ વિચારવામાં આવ્યું હતું અને સાથે સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો.
મોરબીના મહેન્દ્રનગર ગામે કોઈપણ જગ્યાએ હોય અને તેઓ આ મિત્ર સર્કલના ગ્રુપનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો તેઓએ રાજેશ દેલવાડીયા, હરદેવભાઈ ડાંગર અથવા પત્રકાર જીગ્નેશ ભટ્ટનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
