તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th December 2025
વઘાસિયા ટોલ પ્લાઝા નજીકનો સર્વિસ રોડ રીપેર કરવા આમ આદમી પાર્ટીની માંગ.
સર્વિસ રોડ ઉપરના ખાડાને ત્વરિત રીપેર કરવામાં આવે અને સાથે સાથે બાજુમાં રહેલ પાણી નિકાલની ટ્રેન્ચને પણ યોગ્ય રીતે સાફ કરવામાં આવે તેવી માંગણી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વાંકાનેર તાલુકાના વઘાસિયા ટોલ ટેક્સ થી માત્ર 1 કિમી જેવાનજીવા અંતરે નર્સરી પાટીએ જવાના પર સર્વિસ રોડની હાલત અંત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. સર્વિસ રોડ ઉપર પડેલા મસ મોટા પડેલા ખાડાના લીધે સમય ઇંધણ બનેનો વ્યય તો થાય જ છે સાથો સાથ અકસ્માત થવાનો પણ ભય રહે છે. જેથી રોડને તાત્કાલિક રીપેર કરવાની આમ આદમી પાર્ટીએ માંગ ઉઠાવી છે.
વધુમાં તેમના દ્વારા જણાવાયુ છે કે વાંકાનેર કે આજુ બાજુના કોઈ પણ ગામમાં જવા માંગતા લોકો માટે હવે આ સર્વિસ રોડ ઉપરના ખાડા માથાના દુઃખાવા સમાન છે. આટલી ખરાબ પરિસ્થિતિમાં સર્વિસ રોડ હોય અને માત્ર 1 કિમી જેટલા નજીવા અંતરમાં ટોલ પ્લાઝા હોવા છતાં જો જનતાને આ મુશ્કેલી ભોગવી પડે છે. તો આ સર્વિસ રોડ ઉપરના ખાડાને ત્વરિત રીપેર કરવામાં આવે અને સાથે સાથે બાજુમાં રહેલ પાણી નિકાલની ટ્રેન્ચને પણ યોગ્ય રીતે સાફ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
