તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th December 2025
દેવભૂમિ દ્વારકામાં તાંત્રિકવિધિના નામે સોનાના દાગીના પડાવી છેતરપિંડી આચારનારા બે આરોપીઓ ઝડપાયા
દેવભૂમિ દ્વારકામાં તાંત્રિકવિધિના નામે સોનાના દાગીના પડાવી છેતરપિંડી આચારનારા બે આરોપીઓ ઝડપાયા

દેવભૂમિ દ્વારકામાં તાંત્રિકવિધિના નામે સોનાના દાગીના પડાવી છેતરપિંડી આચારનારા બે આરોપી ઝડપાયા છે. આરોપીઓએ ફરિયાદીની ખાતરી આપી હતી કે અમે તાંત્રિકવિધિ કરીને તમારા ઘરના જે પણ પ્રશ્ન હશે તેનો ઉકેલ લાવીશું. આરોપીઓએ તાંત્રિકવિધિ માટે ઘરમાં રહેલા દાગીના માગ્યા હતા અને આ દાગીનાનો ઉપયોગ તાંત્રિકવિધિમાં કરવો પડશે તેમ જણાવ્યું હતું..ત્યાર બાદ આરોપીઓએ વિધિના બહાને દાગીના મેળવીને ફરાર થઈ ગયા હતા.
ફરિયાદના આધારે પોલીસે બે આરોપીને દ્વારકા નજીકથી જ ઝડપી પાડ્યા છે અને આરોપીઓ પાસેથી 9 લાખ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં આરોપીઓએ આચરેલી અન્ય છેતરપિંડીઓના પણ ખુલાસા થઈ શકે છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
