તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th December 2025
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે સોમનાથ દાદાના આશીર્વાદ લીધા : ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લી ની શુભેરછા મુલાકાત કરી
ડોલરભાઈ કોટેચા, ગૌરવભાઈ રૂપારેલિયા, ગીરીશભાઈ કોટેચા, ભરત ભાઈ શિંગાળા, નિલેશભાઈ ચોલેરા સહિતનાની ઉપસ્થિતિ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત
મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે નામ જાહેર તથા તરત જ સોમનાથ દાદા ને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા.
ત્યાર બાદ જૂનાગઢ ખાતે ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લી ની આઝાદ ચોક બ્રાન્ચ ખાતે શુભેરછા મુલાકાત કરી હતી પથ દર્શક ડોલરભાઈ કોટેચા એ શ્રી ચૌહાણનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી ના પોતાના કાર્યકાળ દરમિયાન હિતેન્દ્ર સિંહ સાથે નો પારિવારિક નાતો યાદ કર્યો હતો મુલાકાત માં સાથે શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, ભરત ભાઈ શિંગાળા, નિલેશભાઈ ચોલેરા ખાસ હાજર રહ્યા હતાં શ્રી ચૌહાણ એ સન્માન બદલ શ્રી કોટેચા નો આભાર વ્યક્ત કર્યો હતો.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
