તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th December 2025
મોરબી : યંગ ઈન્ડિયા ગ્રૂપના મેન્ટોરના જન્મદિનની અનોખી ઉજવણી : શાળાની બાળાઓને લાલો ફિલ્મ બતાવાયુ.
ફિલ્મ દર્શન કરી બાળાઓ ખુશખુશાલ થઈ ગઈ અને તમામ બાળાઓએ દેવેનભાઈને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીનો જન્મદિવસ છે. જેની સેવામય ઉજવણી કરવામાં આવી છે. જેમાં પીએમ માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને હાલમાં સમગ્ર દેશ અને દુનિયામાં ધૂમ મચાવતું ગુજરાતી ચલચિત્ર "લાલો" સ્કાય મોલમાં બતાવી બાળાને ભાવતા ભોજન કરાવ્યા હતા. ફિલ્મ દર્શન કરી બાળાઓ ખુશખુશાલ થઈ ગઈ હતી. અને તમામ બાળાઓએ દેવેનભાઈને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
મહત્વનું છે કે, મોરબીનું યંગ ઈન્ડિયા ગ્રૂપ વર્ષ દરમ્યાન હોળી, ધુળેટી, દિવાળી જન્માષ્ટમી જેવા તહેવારો નિમિત્તે સ્લમ વિસ્તારના ગરીબ બાળકો, જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવી, જરૂરિયાત મુજબની વસ્તુ અર્પણ કરી તહેવારોની વિશિષ્ટ ઉજવણી કરે છે. ક્રિષ્ના લોકમેળો, સંકલ્પ નવરાત્રીનું ભવ્ય અને દિવ્ય આયોજન કરે છે, વેલેન્ટાઈન ડે નહીં પણ વાત્સલ્ય દિવસની અનોખી શરૂઆત કરી ગરીબ બાળકોને ઓ.ડી.બીએમડબલ્યુ જેવી લકઝરીયસ કારમાં બેસાડી સમગ્ર મોરબી શહેરની જોય રાઈડ કરાવે છે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
