<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ચોટીલા હાઇવેની હોટેલ જય માતાજીમાંઆગ લાગતા અફડાતફડી મચી

 

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૭: વહેલી સવારે યાત્રાધામ ચોટીલા હાઇવેની જય માતાજી હોટલમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી ગયેલ હતી. અને પાલિકાની ફાઇટર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

માહિતી મુજબ ચોટીલા ચામુંડા ચોકડી નજીક અજીતસિંહ ઝાલા ની આવેલ હોટલ જય માતાજીમા  કોઇ અગમ્‍ય કારણોસર એકાએક આંગ લાગતા લોકોમાં દોડધામ મચી ગયેલ હતી.

પ્રથમ આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવ્‍યો હતો. જનરક્ષક ૧૧૨ ની ટીમને ઘટનાની જાણ થતા તેઓ પણ દોડી આવેલ હતી. અચાનક સવાર સવારમાં આગ લાગતા આસપાસના ધંધાર્થીઓ અને લોકો દોડી આવેલ હતા અને એકબીજાને મદદ કરી આગને બુઝાવવા મથામણ કરેલ હતી.

આગ વિકરાળ રૂપ પકડતાં ફાઇટર બોલાવવાની ફરજ પડેલ હતી. અને પાલિકાની ફાઇટર ટીમે એકાદ કલાકની જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી હતી.

પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્‍યાનું સેવાઇ રહ્યું છે. આગની લપેટમાં સરસામાન બળીને ખાક થયેલ છે. (તસવીરઃ હેમલ શાહ) (રર.૬)

(11:07 AM IST)