<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

મોરબીમાં પાનના વેપારી વિપુલભાઇ વીડજાનો આપઘાત

ઝેર પી લેતાં રાજકોટમાં દમ તોડયોઃ રૂપિયા ફસાઇ ગયા હોઇ ઉઘરાણી કરતાં નહિ અપાતાં

 

હોવાથી કંટાળીને પગલુ ભર્યાની ચર્ચાઃ ત્રણ બહેનના એક જ ભાઇ હતાં: પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૨૭: મોરબીમાં રહેતાં અને પાનનો ગલ્લો ચલાવતાં વેપારી યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. તેમના પૈસા ફસાઇ ગયા હોઇ ઉઘરાણી કરવા છતાં નહિ અપાતાં હોઇ આ કારણે ટેન્‍શનમાં હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબી મહેન્‍દ્રનગર હનુમંત એપાર્ટમેન્‍ટમાં રહેતાં વિપુલભાઇ ભગવાનજીભાઇ વીડજા (ઉ.વ.૩૬) નામના યુવાને ૧૪મીએ સવારે ત્રણેક વાગ્‍યે ઝેરી દવા પી લેતાં મોરબી સમર્પણ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, ચિત્રેકતુસિંહ ઝાલા, રવિભાઇ, ધર્મેન્‍દ્રભાઇ સહિતે મોરબી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરી લેનારા વિપુલભાઇ વીડજા મોરબીમાં પાનની દુકાન ચલાવતાં હતાં. તે ત્રણ બહેનોના એકના એક ભાઇ અને પરિવારનો આધારસ્‍તંભ હતાં. તેમના પૈસા બીજા લોકોએ ફસાવી રાખ્‍યા હોઇ આ કારણે ટેન્‍શનમાં હોવાથી પગલુ ભર્યાની પ્રાથમિક શક્‍યતા પરિવારજનોએ જણાવી હતી. અંતિમવિધી બાદ તેઓ પોલીસને આગળની વિગતો જણાવશે. (૧૪.૬)

(11:06 AM IST)