તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 26th December 2025
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અમરેલી મહીલા ગૃહ ઉદ્યોગની મુલાકાતે

અમરેલીઃ અહીંના અબ્દુલ કલામ ગણાતા વિઠ્ઠલભાઈ બાંરોળીયા અને તેમના ધર્મપત્ની કંચનબેન છેલ્લા ૩૮ વર્ષથી ૬૦ પરિવારોને રોજી રોટી મળી રહે તેવો હસ્તકલા કૃતિઓ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચલાવે છે. સ્ટેજ ડેકોરેશન મુર્તીઓ, મોમેન્ટો, સન્માન પુષ્પ, કટાઉટ તેમજ પ્રસંગને અનુરૂપ ફલોટ (પ્રદર્શન) બનાવી દેશ-વિદેશમાં નામ મેળવેલ છે. ભારતરમાં રાજકીય ફંકશન હોય કે, ધાર્મીક કાર્યક્રમ હોય મહીલા ગૃહ ઉદ્યોગની મુલાકાતે વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો તથા ધર્મ ગુરૂઓ આવી ચુક્યા છે. આજે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાથે અમરેલીનાં સાંસદ ભરતભાઈ, સુતરીયા જીલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણીએ હનુમાનપરા, અમરેલીમાં આવેલ ફેક્ટરી તથા વિઠ્ઠલભાઈનાં ઘરની મુલાકાત લઈ તેમની કલાકૃતિઓ નીહાળી સ્વદેશી કૃતિઓ જોઈ પ્રભાવીત થયેલ. ફેક્ટરીમાં મોદી અને સિંહ સાથે પણ મંત્રીશ્રીએ સેલ્ફી લીધેલ. (અહેવાલ-તસ્વીરઃ અરવિંદ નિર્મળ-અમરેલી)
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
