News of Tuesday, 23rd December 2025
મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભાની બેઠક ૦૨ જાન્યુઆરીએ મળશે.
જીલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાની બેઠક યોજાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આગામી તા. ૦૨-૦૧-૨૦૨૬ ને શુક્રવારે બપોરે ૧૨ કલાકે જીલ્લા પંચાયતના સભાખંડમાં યોજાશે જીલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાની બેઠક મળશે.
જે ખાસ સામાન્ય સભાની બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા, જુદી જુદી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, બાંધકામ મંજુરી બાબતે જીલ્લા પંચાયત મોરબી દ્વારા જે કોઈ પત્રો અને પરિપત્રો થયેલ છે તેને રદ કરવા, સ્વ ભંડોળ અને રેતી રોયલ્ટીના રજુ થયેલા કામોને સૈધાંતિક મંજુરી અને બહાલીની અપેક્ષાએ આપેલ સૈદ્ધાંતિક મંજૂરીના કામોને બહાલી આપવા, ૧૫ માં નાણાપંચના જીલ્લા કક્ષાના ૧૦ ટકાના રજુ થયેલ હેતુફેર કામોને મંજુરી તેમજ બહાલીની અપેક્ષાએ આપેલ હેતુફેરની મંજૂરીના કામોને બહાલી આપવા સહિતના એજન્ડાઓ પર ચર્ચા કરી બહાલી આપવામાં આવશે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
