તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd December 2025
‘લાલો'ફિલ્મના કલાકારો સાથે દ્વારકાના ‘અકિલા'ના પ્રતિનિધિ દિપેશ સામાણીની મુલાકાત

દ્વારકાઃ લાલો કૃષ્ણ સદા સહાયતે ની ટીમ દ્વારકામાં આવી હતી અને અકિલા ના પ્રતિનીધી દીપેશ સામાણી સાથે ખાસ મુલાકાત કરી હતી. દ્વારકા અકિલાના પ્રતિનિધી વિનુભાઈ સામાણી એ ૭૨ વર્ષમાં પ્રથમ વખત થિયેટરમાં જઇને લાલો મૂવી જોઈએ વાત દ્વારકા અકિલાના પ્રતિનિધિ દિપેશ સામાણીએ ફિલ્મના કલાકાર કરન જોશીને કરી ને હતી. તેમની સાથે કલાકાર રિવાબેન રાચ્છ તેમજ મુખ્ય કલાકાર એવા ભગવાન કળષ્ણ નો રોલ ભજવનાર કલાકાર શ્રુહદ ગોસ્વામી સાથે પણ શુભેચ્છા મુલાકાત થઇ હતી.આ પ્રસંગે કલાકાર કરણ જોશી એ અકિલા રાજકોટની મુલાકાતની પણ વાત કરી હતી. દ્વારકામાં પ્રથમ વખત સર્કિટ હાઉસ પાછળ આવેલ ગ્રાઉન્ડમાં ઓપન માં લાલો મૂવી દર્શકો ને બતાવવામાં આવ્યું હતું.તેમાં મૂવી ની સ્ટારકાસ્ટ પણ જોડાયા હતા. લાલો ટીમ ની હાજરી માં સમગ્ર મેદાન કૃષ્ણમય બન્યું હતું
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
