તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Saturday, 20th December 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાની અધ્યક્ષતામાં ‘ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ સંપન્ન'
મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અંદાજિત રૂા. ૭ હજાર કરોડથી વધુ રકમના પ્રસ્તાવિત રોકાણ સાથે ૨૩ જેટલા એમ.ઓ.યુ કરાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૦ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરસ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય કાર્યક્રમ યોજાયો હતો. ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામમાં ૨૩ ઔદ્યોગીક એકમો સાથે રૂ. ૭,૧૪૬ કરોડથી વધુ રકમના એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, પ્રતિકાત્મક રૂપે પાંચ ઉદ્યોગ સાહસિકો સાથે કાર્યક્રમમાં એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા.
આ તકે અધિક ઉદ્યોગ કમિશનર શ્રી આર.એન.ડોડીયાએ વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત યોજાયેલા ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામમાં સૌને આવકારતા જણાવ્યું હતું કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શરૂ કરેલ વાઈબ્રન્ટ ગુજરાત આજે બે દાયકાઓ બાદ વટવળક્ષ બન્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત એ માત્ર નામ નથી પણ ગુજરાતના ઔદ્યોગીક વિકાસને પ્રતિબિંબિત રૂપ સીમાચિન્હ બન્યું છે. જ્યારે ઔદ્યોગિક વિકાસની વાત આવે મોટા મોટા ઉદ્યોગોની સાથે સાથે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોના વિકાસને વિસ્તળત કરવાનું કાર્ય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ તકે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટએ આપણા સૌ માટે કોઈ અજાણ્યો શબ્દ નથી. છેવાડાના વિસ્તાર સુધી ઔદ્યોગિક વિકાસ થકી આર્થિક વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ ધપી રહી છે.
ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામમાં નયારા એનર્જી લી., ટાટા કેમિકલ્સ લી., સુઝલોન વેસ્ટર્ન ઈન્ડિયા પ્રોજેક્ટ્સ લી., આર.એસ.પી.એલ લી., વિવિધ હાથવણાટ વસ્તુઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા રોજગાર કચેરી, આરોગ્ય, બાગાયત, સમાજ કલ્યાણ(વિકસતિ જાતિ), સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા એકમ સહિત વિવિધ વિભાગના સ્ટોલ ઉપલબ્ધ કરાયા હતા.
બીજા તબક્કામાં વિવિધ તો તજજ્ઞો દ્વારા ક્રેડિટ લિંકેજ સેમિનાર, સ્ટાર્ટ અપ સેમિનાર, પી.એમ.એફ.એમ.ઈ યોજના સેમિનાર, ટુરિઝમ, જી.પી.સી.બી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અમલીકળત યોજનાઓ વિશે વિસ્તળત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરસ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં કુલ ૨૩ એકમોએ રૂ.૭,૧૪૬ કરોડથી વધુ રકમના એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. જેમાં જુનિપર ગ્રીન એનર્જી લી. દ્વારા રૂ.૪૫૦૦ કરોડ, શિવમન વિંડ એનર્જી પ્રાઈવેટ લી. દ્વારા રૂ.૯૧૦ કરોડ, સુઝલોન વેસ્ટર્ન ઈન્ડિયા ઙ્કોજેક્ટ્સ લી. દ્વારા રૂ.૯૦૦ કરોડ, પાવરિકા લી. દ્વારા રૂ.૮૦૦ કરોડ, હાઈલાઇન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૭.૮૧ કરોડ, ગ્લોબલ માઇન્સ એન્ડ મિનિરલ દ્વારા રૂ.૭ કરોડ, સ્ટાર મિનિરલ દ્વારા રૂ.૩.૯૮ કરોડ, શ્રી કળષ્ણ કળપા સ્ટોન ક્રશર દ્વારા રૂ.૩.૭૦ કરોડ, રામ સ્ટોન ક્રશર દ્વારા રૂ.૩.૪૪ કરોડ, શુભમન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૧.૭૭ કરોડ, વિનાયક એન્ટરપ્રાઈઝ દ્વારા રૂ.૧.૧૭ કરોડ, સગુણા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૧.૨૦ કરોડ, કનૈયા ટ્રેડર્સ દ્વારા રૂ.૧.૦૯ કરોડ, રાધેશ્યામ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૦.૮૨ કરોડ, ચંદ્રભાગા એન્ટરપ્રાઈઝ દ્વારા રૂ.૦.૭૫ કરોડ, ગણેશ ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૭૫ કરોડ, ગોકુલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.૦.૬૫ કરોડ, શ્રી આવળ કળપા ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૫૮ કરોડ, આલાબાપુ ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૪૯ કરોડ, ક્રિષ્ના મિલ દ્વારા રૂ.૦.૪૬ કરોડ, નાગેશ્વર ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૪૬ કરોડ, શ્રી નાથજી મીની ઓઈલ મિલ દ્વારા રૂ.૦.૩૦ કરોડ તેમજ જયકિશન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂા.૦.૩૦ કરોડના સૂચિત રોકાણ એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા.
વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર પી.બી.પટેલ દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ કમિશનર ટી.સી.પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રચનાબેન મોટાણી, અગ્રણી મયુરભાઈ ગઢવી, પી.એસ.જાડેજા સહિત ઉદ્યોગ સાહસિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
