તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th December 2025
તરવડા ગુરૂકુલમાં અખંડ ધૂનઃ બુધવારથી રજત જયંતી મહોત્સવ
રાજકોટ ગુરૂકુલની શાખાના આંગણે દિવ્ય-ભવ્ય અવસરઃ દેશ-વિદેશના હરિભકતો ઉમટશે ધર્મજીવનદાસજી સ્વામીની જન્મભૂમિમાં કથા, સત્સંગ, સંતોના વ્યાખ્યાન, યજ્ઞ, અન્નકુટ, સર્વરોગ કેમ્પઃ કથાના વકતા કૃષ્ણપ્રિયદાસજી સ્વામી અને હરિસ્વરૂપદાસજી સ્વામી

સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનની અમરેલી પાસેની શાખા તરવડા ગુરૂકુલમાં રજત જયંતી મહોત્સવ નિમિતે શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી અને અન્ય સંતોની હાજરીમાં ૧ મહિનાની અખંડ ધુનનો પ્રારંભ થયેલ તે પ્રસંગની તસ્વીર. શાષાીજી મહારાજની આ જન્મભૂમિમાં તા. ર૪ થી ર૮ ભવ્ય મહોત્સ્વ યોજાનાર છે.
રાજકોટ તા. ૨૦::.. અમરેલી પાસેના તરવડામાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલનો રજત જયંતી મહોત્સવ તા. ૨૪ થી ૨૮ ડીસેમ્બર ૨૦૨૫ના યોજાનાર છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના ગુરૂદેવ શાષાવીજી મહારાજની જન્મભૂમિ તરવડા છે. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન તરીકે મુળ તરવડાવાળા હાલ અમેરિકા સ્થિત મનુભાઇ હરિભાઇ પટોળિયા પરિવાર છે.
શ્રી હરિ લિખિત શિક્ષાપત્રીના ૨૦૦ વર્ષ ગુરુદેવ શાષાીજી મહારાજની ૧૨૫મી જન્મજયંતિ તથા પરિવાર, ગુરૂદેવની જન્મભૂમિ તરવડા ગુરુકુલના ૨પ વર્ષ થઇ રહ્યા હોવાથી શેત્રુંજી ગંગાતીરે ત્રિવેણ-સંગમ સમાન મહોત્સ્વ ઉજવાશે. ત્યાં હાલ ૧પ ડીસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી અખંડ ધુન ચાલી રહી છે.
તરવડા ગામમમાં મહોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં શ્રી ઘનશ્યામ મહારાજનું મહાપૂજન, શ્રી શિક્ષાપત્રી વ્યાખ્યાનમાળા, અભિષેક-અન્નકુટ, પૂર્વ વિદ્યાર્થી સંમેલન, ૫૧ કુંડી યજ્ઞ. અખંડ ધૂન, નૂતન મંદિર નિર્માણ, વળક્ષારોપણ, રકતદાન અને સર્વરોગ કેમ્પ, સંતદર્શન, શ્રી ધર્મજીવન વ્યાખ્યાનમાળા વગેરેનો સમાવેશ થાય છે. મહોત્સવ સેવા સંપર્ક સાધુ હરિદર્શનદાસ સ્વામી મો. ૯૮૭૯૨ ૦૬૫૯૯ અને યજ્ઞ તથા ઉતારા માટે મો. ૯૦૯૯૦ ૫૦૨૫૧ ઉપર સંપર્ક સાધી શકાય છે.
શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી જણાવે છે કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે શિક્ષાપત્રીમાં આ દિવ્ય આજ્ઞા આપી. એ આજ્ઞાને શિરોધાર્ય કરી ગુરુકુલ પરંપરાનો પુનરોદ્ધાર કરનાર સદ્્વિદ્યા સધર્મ રક્ષક ગુરુદેવ શાષાીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું આજથી ૧૨૫ વર્ષ પૂર્વે તરવડાની ભાગ્યવંતી ભૂમિ પર અવતરણ થયું હતું.
ગુરુદેવની આ જન્મભૂમિ પર ૨૫ વર્ષ પૂર્વે અનન્ય ગુરુનિષ્ઠ ભંડારી સ્વામી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામીના શુભ સંકલ્પથી તથા ગુરુવર્ય શ્રી દેવકળષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી તરવડા ગુરુકુલનું નિર્માણ થયું. ખારાપાટ વિસ્તારમાં મીઠી વીરડી સમાન તરવડા ગુરુકુલ દ્વારા અન્નદાન, વિદ્યાદાન અને અભયદાનની સેવાઓથી લાખો પરિવારો લાભાન્વિત થયા છે.
આ ત્રિવેણી સંગમરૂપ દિવ્ય અવસરે ગુરુવર્ય શ્રી દેવકળષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ તથા પૂજય મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણાથી તારીખ ૨૪ થી ૨૮ ડિસેમ્બર સુધી અવિસ્મરણીય રજત જયંતિ મહોત્સવનું આયોજન થયેલ છે.
આ પ્રસંગે કથાશ્રવણ, સંતદર્શન તથા વિવિધ આધ્યાત્મિક અને સામાજિક આયોજનોનો લાભ લેવા સહ પરિવાર પધારવા ભકતોને ભાવભર્યું આમંત્રણ છે.
અખંડ ધુનનો પ્રારંભ
તા. ૧૫ ડિસેમ્બરના રોજ સ્વામિનારાયણ મહામંત્ર ના પ્રાગટય દિને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડાના દિવ્ય પ્રાંગણમાં કળષ્ણપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં એક મહિનાની અખંડધુનનો પ્રારંભ કરવામાં આવ્યો છે તે ૧૪ જાન્યુઆરી સુધી ચાલશે.
આગામી ૨૪ થી ૨૮ ડિસેમ્બર સુધી ઉજવાઈ રહેલ તરવડા ગુરુકુલના રજતજયંતિ મહોત્સવ ઉપક્રમે આયોજન થયેલ છે. આ પ્રસંગે ભકત શ્રી ધીરુભાઈ બાબરીયા તથા ચિરાગભાઈ રતિભાઈ ઠેસિયા વગેરે. યજમાનશ્રીઓ તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મહોત્સવ ગુરુકુલ સંસ્કળતિના પુનરોધ્ધરાક સંતવર્યશ્રી ધર્મજીવનદાસજી સ્વામીના ૧૨૫ માં વર્ષે ભાવંજલિ અર્પવાના ભાગરૂપે ઉજવાશે. આ પ્રસંગે દેશ-વિદેશથી ગુરુકુલ પરિવારના હજારો હરિભક્તો તથા મહાનુભાવો આવશે. ગુરુકુલના ભવ્ય પ્રાંગણમાં મહોત્સવની અંતિમ ચરણની તૈયારી ચાલી રહી છે. (પ-૧૭)
તરવડા ગુરૂકુલની સેવા સરવાણી
* ૧૮૦૦ વિદ્યાર્થીઓને છાત્રાલય સાથે સંસ્કારયુકત આધુનિક શિક્ષણ
* શિક્ષણ જગતમાં PTC, B.ED કોલેજ દ્વારા ૨૦૦૦ આદર્શ શિક્ષકોનું પ્રદાન
* ધો. ૧ થી ૧૨ સાયન્સ/કોમર્સ/આર્ટ્સના ૧૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓનું જીવન ઘડતર થયું.
* જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ધર્મજીવન સ્કોલરશીપ
* GPSC/UPSC/TET/TAT વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિઃશુલ્ક તૈયારી
* સ્પે. કોચ દ્વારા ઓલિમ્પિક કક્ષાના મેદાનોમાં બેડ્મિન્ટન, વોલીબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, ફૂટબોલ, સ્વિમિંગ વગેરે રમતોની નિઃશુલ્ક ટ્રેનિંગ.
* ગ્રામ્ય વિસ્તારમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બપોરે કાયમી નિઃશુલ્ક ભોજનપ્રસાદ સેવા.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
