તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th December 2025
ભુજમાં નશો કરવા ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ગોગો/સ્મોકીંગ કોન તથા રોલીંગ પેપરનું વેચાણ કરતા બે ઝડપાયા

ભુજ, તા. ૧૮: ગુજરાત સરકારના ગળહ વિભાગ દ્વારા તાજેતરમાં નશા માટે ઉપયોગમાં લેવાતા રોલીંગ પેપર્સ, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ, સંગ્રહ, વિતરણ કે હેરાફેરીને જાહેરનામું પ્રસિધ્ધ કરી પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ હોય.
જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.ગઢવી એ સુચના આપેલ હોય, જેથી માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એમ.એલ. વાઘેલા એસ.ઓ.જી.નો સ્ટાફ પ્રયત્નશીલ હતા. દરમ્યાન બાતમી અન્વયે (૧) અયાન અમીનઅલી ખોજા, ઉવ. ૨૨, રહે. જેષ્ઠાનગર, ભુજવાળાને તેની અરિહંત આઇસ્ક્રીમ નામના પાર્લરમાંથી ગોગો સ્મોકીંગ કોન નંગ ૨૫, કિ.રૂ.૩૭૫/- તથા રોલીંગ પેપર્સ (પેપર ચીટ)નું પેકેટ નંગ ૦૧, કિ.રૂ. ૧૦૦/- એમ કુલ્લે કિ.રૂ.૪૭૫/-તથા (૨) ભુપતસિંહ સવાઇસિંહ સોઢા, ઉવ. ૩૯, રહે. હાલ. ગણેશનગર, ભુજવાળાને તેની જય સચ્ચિયાર પાન પાર્લરમાંથી જોજો સ્મોકીંગ કોન નંગ પ૨, કિ.રૂ.૭૮૦/-, રોલીંગ પેપર્સ (પેપર ચીટ) ની નાની સિંગલ પટ્ટી નંગ ૨૯, કિ.રૂ.૨૯૦/- તથા રૌલીંગ પેપર્સ (પેપર ચીટ)ની મોટી પેકીંગ નંગ ૦૨ જે બંનેમાં સિંગલ પટ્ટી વાળી પેકીંગ નંગ ૦૪, કિ.રૂ.૬૦/- આમ કુલ્લે કિ.રૂ.૧૧૩૦/- ના મુદામાલ સાથે બંને ઇસમોને પકડી તેઓની વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે. અલાયદી ફરિયાદો આપી કાર્યવાહી કરવામાં આવેલ છે.
એસ.ઓ.જી.પヘમિ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. ગઢવી, તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.એલ. વાઘેલા તથા એસ.ઓ.જી પોલીસ કર્મચારીઓ, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ઝાલા, રજાકભાઈ સોતા, પો.હેડ.કોન્સ. રઘુવીરસિંહ જાડેજા તથા ડ્રા.પો.હે.કો. મહિપતસિંહ સોલંકીનાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
