<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

જુનાગઢની ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા આંતરકોલેજ એથ્‍લેટીક્‍સની વિવિધ ૩૬ જેટલી રમતોત્‍સવનો પ્રારંભ

તંદુરસ્‍ત, સુખી અને વધુ સંતુલિત જીવનશૈલી સુનિヘતિ કરવા માટે તમામ સ્‍તરે રમતગમતને પ્રોત્‍સાહિત અને પ્રોત્‍સાહન આપવું મહત્‍વપૂર્ણ છેઃ કૂલપતિ પ્રો(ડો.) પ્રતાપસિંહજી ચૌહાણ

 

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૭: ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા આંતર કોલેજ એથલેટીક્‍સ ભાઇઓ-બહેનોની ૩૬ જેટલી એથ્‍લેટીક્‍સ રમતોનો રમતોત્‍સવને ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં કૂલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૌહાણે પ્રારંભ કરાવ્‍યો હતો.

આ પ્રસંગે યુનિ.નાં કાર્યક્ષેત્રીય ચારેય જિલ્લામાં કાર્યરત્ત વિવિધ કોલેજોનાં વિદ્યાર્થી રમતવિરોને સંબોધતા કૂલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણે જણાવ્‍યુ હતુ કે એથ્‍લેટિક્‍સ એ સ્‍પર્ધાત્‍મક રમતો અને રમતોના જૂથ જેમાં શારીરિક કૌશલ્‍યની જરૂર હોય છે, સ્‍પર્ધાત્‍મક દોડ, કૂદકો અને ફેંકવાનો સમાવેશ થાય છે એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાઓના સૌથી સામાન્‍ય પ્રકારો ટ્રેક અને ફિલ્‍ડ, રોડ રનિંગ, ક્રોસ-કન્‍ટ્રી રનિંગ અને રેસ વોકિંગ છે. પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણે ઉમેર્યુ હતુ કે રમતગમત માત્ર સ્‍પર્ધા નહીં બ્‍લકી અને શારીરિક તંદુરસ્‍તી વિશે પણ જીવનનો એક અભિન્ન ભાગ છે, જે શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી માટે અસંખ્‍ય લાભો પ્રદાન કરે છે. રમતગમતમાં વ્‍યસ્‍ત રહેવાથી વ્‍યક્‍તિગત વિકાસ, કૌશલ્‍ય વિકાસ, સામાજિક ક્રિયા-પ્રતિક્રિયા અને એકંદર આનંદની તકો મળે છે. તંદુરસ્‍ત, સુખી અને વધુ સંતુલિત જીવનશૈલી સુનિヘતિ કરવા માટે તમામ સ્‍તરે રમત-ગમતને પ્રોત્‍સાહિત અને પ્રોત્‍સાહન આપવું મહત્‍વપૂર્ણ છે. આવનાર દિવસોમાં ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી રમત-ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે સંપુર્ણ સુવિધા યુક્‍ત માળખાગત સવલતો ઉપલબ્‍ધ કરાવવા તૈયાર છે. આજે મોબાઇલ અને ટેક્રોલોજીનાં યુગમાં વિદ્યાર્થી અવસ્‍થા માં રમત ગમતનું મહત્‍વ ઘટતું જાય છે, બાળકો મોટા ભાગનો સમય મોબાઈલમાં વ્‍યસ્‍ત હોઈ છે, વિદ્યાર્થીઓએ ખડતલ અને મજબૂત બનવુ હોય તો નાનપણથી મેદાની રમતો રમવુ જોઈએ. બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં રમતગમતનું વિશિષ્ટ સ્‍થાન છે. શિસ્‍ત, સાહસ, સંયમ, સહકાર, ખેલદિલી જેવા ઉત્તમ ગુણો ખીલવવામાં રમતગમત મહત્ત્વનો ભાગ ભજવે છે.

 એથ્‍લેટીક્‍સ રમતોત્‍સવ ઉદઘાટન સત્રનાં પ્રારંભે રમત-ગમત વિભાગનાં કો-ઓર્ડીનેટર ડો. જયસિંહ ઝાલાએ આંતર કોલેજ એથ્‍લેટીક્‍સ રમતોત્‍સવની વિગતો આપી વિદ્યાર્થી માટે આઉટ ડોર રમતોનું આયોજન અને ફાયદા અંગે વાત કરી જણાવ્‍યુ હતુ કે વિદ્યાર્થીઓમાં એકબીજાને મદદ કરવાની ભાવના કેળવાય, ટીમવર્કથી માહિતગાર થાય, દરેક ખેલાડી શ્રેષ્ઠ છે એવું વિચારી પૂરી ટીમના પ્‍લાનિંગથી દરેક રમત જીતી શકાય છે અને એ જીતેલી રમતનો આનંદ કંઈક અલગ જ હોય છે.

અત્રે ઉલ્લેખનિયય છે કે આદિકાળથી માનવીના જીવનક્રમમાં કેટલીક મૂળભૂત પ્રવળત્તિઓ જોડાયેલી રહી છે અને સાહજિક બની ગઈ છે. આ પૈકી સ્‍વ-સ્‍થળાંતર માટે ચાલવું, દોડવું, કૂદવું, તરવું અને  ચડવું એ પાંચ પ્રવળત્તિઓ તથા ચીજ યા વસ્‍તુ-સ્‍થળાંતર માટે  ઊંચકવું, ધકેલવું, ખેંચવું, ફેંકવું અને  ફટકો મારવો એ પાંચ પ્રવળત્તિઓ મુખ્‍યત્‍વે માલૂમ પડે છે. ખેલકૂદ યા રમતગમતોમાં તેમનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં ઍથ્‍લેટિક્‍સ, જિમ્‍નેસ્‍ટિક્‍સ, દ્વંદ્વલડત, નિશાનબાજી, દડા-ફેંકની રમતો, કોર્ટની રમતો, સાંઘિક રમતો, લાકડી-દડાની રમતો, જળરમતો, શિયાળુ રમતો, પ્રાણીપ્રવળત્ત રમતો, પૈડાગત રમતો, હવાઈ રમતો એમ વિવિધ પ્રકારની અનેક ખેલકૂદ વિશ્વના વિવિધ દેશોમાં પ્રચલિત છે.

આંતર કોલેજ રમતોત્‍સવને સફળ બનાવવા પ્રો. મગનભાઇ તાળા, ડો. આર.કે.ડોડીયા, રેખાબેન કાછડીયા, સલીમભાઇ સીડા, જી.એમ.વાણેસા, ડો. એમ.આર. કુરેશી, ડો. સી.જે.વાઢીયા, નિરવ કરડાણી, ડો. આર.બી સુખડીયા, એ.આઇ. ધાંધલીયા, નિધીબેન ભાલાળા, જગદિશભાઇ નાઘેરા, ભરતભાઇ ભાડઝા, શાંતીબેન સહિત સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:24 PM IST)