<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યા ભારતી દ્વારા સપ્ત શક્તિ સંગમ – મહિલા સંમેલન યોજાયું.

સંમેલનમાં મહિલાઓ માટે પ્રેરણાદાયી સંદેશ અપાયો અને વિવિધ ક્ષેત્રમાં આગળ વધેલી મહિલાઓના સંઘર્ષ અને મહેનતની ગાથા રજુ કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર તથા  સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે મહિલા જાગૃતિ તેમ જ મહિલા સશક્તિકરણ અંગે સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલન યોજાયું હતું.

   આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ મૂજબ સ્વાગત, દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીનીઓ દ્વારા સમૂહ ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી બાદમાં પ્રશ્નોતરી યોજાઈ હતી તે ઉપરાંત અધ્યક્ષ અને વક્તાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યા હતા સંમેલનમાં મહિલાઓ માટે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો અને વિવિધ ક્ષેત્રમાં આગળ વધેલી મહિલાઓના સંઘર્ષ અને મહેનતની ગાથા રજુ કરી હતી તે ઉપરાંત એકપાત્રીય અભિનય, સમાજ અને મહિલાઓ માટે પ્રેરણારૂપ માતાઓનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું મહિલાઓએ પોતાના અનુભવ રજુ કર્યા હતા.
   આ કાર્યક્રમમાં સાર્થક વિદ્યામંદિરના વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય સહિત કુલ 250 થી વધારે મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓ દ્વારા મહિલાઓ માટે યોજાયેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા સાર્થક વિદ્યા મંદિરના મહિલા કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(10:50 PM IST)