તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th December 2025
મોરબીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનો પ્રારંભ: 2,000 ખેડૂતોએ લીધો લાભ.
પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત અગ્રણીઓએ લીધી મુલાકાત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેના થકી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેમાં અધિકારીઓના જણાવ્યા અનુસાર કુલ 3563 ખેડૂતોએ મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે, જેમાંથી 2,000 ખેડૂતોએ ટેકાના ભાવનો લાભ લઈ પોતાની મગફળીનું વેચાણ કરી દીધું છે.
આ ખરીદી કેન્દ્રની મુલાકાત પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મુલાકાત લીધી હતી અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે મોરબી-માળિયા પ્રોસેસિંગના પ્રમુખ બાબુભાઈ ઉઘરેજા, માળિયા તાલુકા સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવા સાહેબ, તેમજ ગુજકોમાસોલના અધિકારીઓ અને સંઘના મેનેજર ઉત્સવભાઈ રામાવત પણ હાજર રહ્યા હતા.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
