તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th December 2025
જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક જિલ્લા કલેકટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઇ.
જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ(વાસ્મો)ની બેઠક કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ(વાસ્મો)ની બેઠક કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
આ બેઠકમાં ગ્રામ્ય પાણી પૂરવઠા યોજના, પાણી વેરા વસુલાત પ્રોત્સાહન યોજના,પાણી ગુણવત્તા ચકાસણી અને ટેસ્ટીંગની કામગીરી, ગતિ શકિત ઉપર થયેલ એન્ટ્રી સહિતના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ કલેકટરશ્રીએ જિલ્લામાં જર્જરીત પાણીના ટાંકાનો સર્વે કરી તેમાંથી હાલમાં ઉપયોગમાં લેવામાં આવતા જર્જરીત ટાંકી અને રીનોવેશન થઇ શકે તેવી ટાંકીની વિગતો તૈયાર કરી આ કામગીરી ઝડપથી કરવાની તથા પાણી પુરવઠા લગત ફરિયાદો અને નિવારણની સુચના કલેકટરશ્રી દ્વારા સબંધિત અધિકારીઓને અપાઇ હતી.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
