તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
માતૃ શ્રી એમજી. ભુવા કન્યા વિદ્યા મંદિર જોષીપુરા, જૂનાગઢની વિદ્યાર્થિનીઓએ પોશીત્રા ખાતે દરિયાઈ પ્રકૃતિક શિક્ષણ શિબિરમાં ભાગ લીધો

મરીન નેશનલ પાર્ક-જામનગર (દ્વારકા રેન્જ) દ્વારા દર વર્ષે દરિયાઈ જીવ શ્રુષ્ટિ દરિયાઈ સંપદા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે સવિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય અને મરીન ઇકો સિસ્ટમથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તેવા હેતુ થી દરિયાઈ પ્રાકળતિક શિબિરનુંઆયોજન કરવામાં આવે છે.. આ વર્ષે કચ્છના અખાતમાં આવેલ દેવભૂ મિ દ્વારકા જિલ્લાના પોશીત્રા મુકામે યોજાયેલ દરિયાઈ પ્રાકળતિક શિક્ષણ શિબિરમાં માતળ શ્રી એમજી. ભુવા કન્યા વિદ્યા મંદિર-જોષીપુરા, જૂનાગઢની વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં શાળાના આચાર્ય જયશ્રીબેન રંગોલિયાના માર્ગદર્શન હેઠળ શાળાના કર્મચારીઓ નિશાબેન ડી પટેલ, અશ્વિનભાઈ સી. સાયેરિયા અને દિલીપભાઈ પી. ચોવટીયાએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ શિબિરમાં મરીન નેશનલ પાર્કના ઓફિસર નિલેશભાઈ કંજારિયાના માર્ગદર્શન હેઠળ ગાઈડ અસ્લમભાઈ સુમણીયા અને બીજલભાઈએ લકુ કોરલ રીફ અને ટ્રેકિંગ દરમ્યાન વિદ્યાર્થીઓને ઓક્ટોપસ, મોતીછીપ, મગજ આકારના પરવાળા સોફ્ટ અને હાર્ડ પરવાળા, ફાયર વોર્મ, સ્ટારફિશ, વિવિધ પ્રકારની માછલી, સમુદ્રી અળસિયું સમુદ્ર ફૂલુ કરચલા, સમુદ્રી ગોટા, ગુલાબી વાદળી, સમુદ્રી કાકડી જેવી દરિયાઈ જીવસળ ષ્ટિ તથા ગૂગળ ચેર, થોર, લીલ જેવી દરિયાઈ વનસ્પતિ તેમજ વિવિધ પક્ષીઓ સહિતની જીવસળ ષ્ટિ માટે દ્વીપ અને દરિયાઈ સંપદાની સમજ આપી હતી. આ તકે ભાડુ કેમ્પ સાઇટ ખાતે ડોકયુમેન્ટરી ફિલ્મના પ્રદર્શનની સાથોસાથ કેમ્પ ફાયરમાં પ્રશ્નોતરી અને જ્ઞાન સાથે ગમ્મતભર્યા સાંદના માધ્યમથી વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો ઉત્તમ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ શિબિર દરમ્યાન મરીન નેશનલ પાર્ક દ્વારા વિદ્યાર્થીઓના ઉતારા માટે અદ્યતન ડોમ તેમજ પૌષ્ટિક નાસ્તા અને ભોજનની સુવિધા વિનામૂ લ્યે પૂરી પાડવામાં આવેલીહતી. આ તકે પ્રાકળતિક વિરાસત એવા પોશીત્રા ટાપુ અને દરિયાના કુદરતી સૌંદર્યનું સાનિધ્ય માણવાનો વિદ્યાર્થિનીઓને અલભ્ય મોકો મળ્યો હતો. આ શિબિરમાં સામેલ થનાર તમામ વિદ્યાર્થિનીઓને સંસ્થાના ચેરમેન-મેનેજિંગ ટ્રસ્ટી જે.કે.ઠેસિયા સાહેબ, જોઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી મળણાલીનીબેન ગોધાણી સહિત સંસ્થાના ટ્રસ્ટીઓ, વહીવટી અધિકારી કે.પી. ગજેરા સાહેબ, શિક્ષણ નિયામકશ્રીઓ જી.બી. છોડવડીયા બીએમ.ડોબરિયા સહિતના વિદ્યાગુરૂશ્રીઓ તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
