<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

દૂષ્‍કર્મ આચરી ન શકતાં બાળાના ગુપ્‍તાંગમાં સળીયો ખોંપી દીધો'તો

આટકોટની ખળભળાટ મચાવતી ઘટનામાં પોલીસની તુર્ત કાર્યવાહી ઝડપાયેલો રામસિંગ પરણેલો અને ત્રણ સંતાનનો બાપ છેઃ રિમાન્‍ડ માટે કોર્ટમાં રજૂ કરાશે વિકૃત હવસખોર રામસીંગની કબૂલાતઃ આટકોટ પોલીસ, રૂરલ એલસીબી, એસઓજીની ટીમોએ ૧૪૦ શકમંદોની પુછતાછ કરી, ૧૦ને અલગ તારવી બાળાને ફોટા બતાવતાં હવસખોરને ઓળખી કાઢયોઃ કલાકોમાં દૂષ્‍કર્મનો પ્રયાસ કરનારા એમપીના શખ્‍સને દબોચી લઇ હવસખોરીનું ભૂત ઉતારી નાંખ્‍યું

રાજકોટ તા. ૧૦ :.. આટકોટ પંથકની ૭ વર્ષથી બાળા ઉપર દુષ્‍કર્મ ગુજારી ગુપ્‍તાંગમાં સળીયો નાખી દિધાની ઘટનામાં રૂરલ પોલીસની અલગ-અલગ ટીમોએ સઘન તપાસ કરી આરોપીને ગણત્રીના કલાકોમાં જ પકડી પાડી પુછતાછ કરતા દુષ્‍કર્મ ગુજારવામાં નિષ્‍ફળ જતા ઉશ્‍કેરાઇ જઇ બાળાના ગુપ્તાંગમાં સળીયો નાખી દિધાની ચોંકાવનારી કબુલાત આપી હતી. આટકોટ પોલીસે પકડાયેલ આરોપીને રીમાન્‍ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે.

અમરેલી પથકમાં દાહોદ ગરબાળાના રહેવાસી ભાગીયા રાખનાર પરીવારની સાત વર્ષની દીકરી કાનપર ગામ આટકોટ જસદણ વિસ્‍તારમાં પોતાના મામાના ખેતરમાં  રમતી હતી ત્‍યારે બપોરના આ દિકરી અન્‍ય બાળકો સાથે રમતી હતી ત્‍યારે કોઇ અજાણ્‍યા માણસે ભોગબનનાર દિકરી સાથે દુષ્‍કર્મ આચરી ગુપ્‍તાંગમાં શળીયો નાખી દેતા ગંભીર હાલતમાં બાળા રાજકોટ જનાના હોસ્‍પિટલમા઼ ખસેડાય હતી.

આ સંવેદનશીલ ગુનાની સુચના મળતા રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારના નિદેૃશ મુજબ રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના નેતૃત્‍વમાં જિલ્લા પોલીસની દસ જેટલી ટીમો બનાવી તાત્‍કાલીક બનાવ સ્‍થળની આજુબાજુના આશરે ૧૪૦ જેટલા શકમંદ ઇસમોને પુછપરછ કરી આજુબાજુના વિસ્‍તારમાં સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી તેમજ ટેકનીકલ સોર્સ ટાવર ડમ્‍પ, સી.ડી. આર. અને બાતમીદારોના નેટવર્કથી કલાકોની અંદર ગણત્રીના કલાકોમાં આરોપી (૧) રાકસીંગ સ.ઓ. તેરસીંગ ફનેસીંગ ડડવેજર ઉ.વ. ૩૫ ધંધો. ખેત મજુરી રહે. કાનપર ગામની સીમમાં જુના પીપળીયા જવાના કાચા માર્ગ પાસે પ્રકાશભાઇ વેકરીયાની વાડઅી તા. જસદણ જી. રાજકોટ મુળ રહે. હીરાપુર તા. જોબટ થાણા, ખટાલી જી. અલીરાજપુર (મધ્‍યપ્રદેશ)ને ઝડપી લીધો હતો.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ પકડાયેલ આરોપી રામસીંગ જયાં ઘટના બની તેની નજીક જ વાડી વાવે છે. ભોગ બનનાર બાબકી મામાના ખેતરમાં અન્‍ય બાળકો સાથે રમતી હતી ત્‍યારે આરોપી ત્‍યાંથી પસાર થતા બાળકીને જોઇ હવસનો કિડો સળવળ્‍યો હતો. અને બાળકીને ઉપાડી જઇ પાણીના ટાંકા પાસે લઇ જઇ દુષ્‍કર્મ ગુજારવામાં પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં નિષફળતા મળતા ઉશ્‍કેરાઇ જઇ બાળકીના ગુપ્ત ભાગમાં સળીયો ઘુસાડી દઇ નાસી છૂટયો હતો.

આરોપી રામસીંગ પરણિત છે અને તે ત્રણ બાળકોનો પિતા છે. આટકોટ પોલીસે આરોપી રામસીંગની આગવી ઢબે સરભરા કરી હવસનું ભૂત ઉતારી નાખ્‍યું હતું પકડાયેલ આરોપીને રીમાન્‍ડ અર્થે આજે કોર્ટમાં રજૂ કરાશે તેમ તપાસનીશ પીઆઇ આર. એસ. સાંકળીયાએ જણાવ્‍યું હતું.

આરોપીને ઝડપી લેવામાં નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા, અને ડીવીઝન કચેરીના સ્‍ટાફના માણસો એલસીબીના પોલીસ ઇ. વી. વી. ઓડેદરા, પો. સ. એચ. સી. ગોહીલ, પી. એન. ભરવાડ, આર. વી. ભીમાણી, એલ. સી. બી. સ્‍ટાફના માણસો, રૂરલ એસઓજીના પોલીસ ઇ. એફ. એ. પારગી, પો. સ. ઇ. કે. એમ. ચાવડા તથા એસ. ઓ. જી. સ્‍ટાફના માણસો અને આટકોટ પોલીસ ઇ. આર. એસ. સાંકળીયા તથા આટકોટ પોલીસ જોડાયો હતો.

(2:25 PM IST)