તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th December 2025
મોરબીમાં રવાપર-ધુનડા રોડ ઉપર બાઇક હડફેટે વૃધ્ધને ગંભીર ઇજા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૯: રવાપર ઘુનડા રોડ પર ૬૪ વર્ષીય વળદ્ધને બાઈક ચાલકે હડફેટે લેતા માથામાં ચારથી પાંચ ટાંકા અને હેમરેજ જેવી ગંભીર ઈજા કરી બાઈક ચાલક નાસી ગયો હતો સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામ ટાઉનશીપમાં રહેતા લાલજીભાઈ રૂગનાથભાઈ વસાણીયા (ઉ.વ.૬૪) વાળાએ સ્પ્લેન્ડર બાઈક જીજે ૩૬ એજી ૦૭૮૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૮-૧૨ ના રોજ સવારના ૧૦: ૪૦ વાગ્યાના અરસામાં ફરિયાદી રવાપર ઘુનડા રોડ પર હનુમાનજી મંદિર પાસે પહોંચતા બાઈક ચાલકે પુરઝડપે આવી લાલજીભાઈને ટક્કર મારી હતી અકસ્માતમાં માથામાં ચારથી પાંચ ટાકા અને હેમરેજ જેવી ગંભીર ઈજા પહોચાડી બાઈક ચાલક નાસી ગયો હતો એ ડીવીઝન પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
