તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
કેશોદ પાસે રીક્ષા પલટી ખાઈ જતા કણજડીના ડ્રાઈવરનું મોત
એસિડ પી લેતા પીરવડના વૃધ્ધાનું મૃત્યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૮ : વંથલી તાલુકાના કણજડી ગામના છકડો રીક્ષા ચાલક રાજેશભાઇ વેજાભાઇ મૈતર ઉ.વ. ૪૨ ગઈકાલે સવારે જીજે ૧૩ એટી ૭૨૪૧ નંબરની છકડો રીક્ષા હંકારીને કેશોદ તાલુકાના મંગલપુર ગામના રોડ પર પસવાડીયા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે રીક્ષાને પુરઝડપે ચલાવતા રીક્ષા રોડ નીચે ખાડામાં પલ્ટી ખાઇ ગઈ હતી. આ પ્રમાણે સર્જાયેલા અકસ્માતમાં રાજેશભાઈનું ગંભીર ઇજા થવાથી મળત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે કેશોદ પોલીસે દાનાભાઇ લખમણભાઇ મૈતરની ફરિયાદ આધારે આગળની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
વિસાવદર તાલુકાના પીરવડ ગામના મંજુલાબેન ઉકાભાઇ કિકાણી ઉ.વ. ૬૮ નામના વળધ્ધા છેલ્લા દશેક વર્ષથી બિમાર રહેતા હોય અને કોઇ અગમ્ય કારણોથી પોતાની મેળે પોતાના ઘરે એસીડ પી જતા સારવાર દરમ્યાન તેનું મળત્યુ નિપજ્યું હતું. વિસાવદર પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. (૪.૪)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
