તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
PMJAY યોજનામાંથી કાર્ડિયાક વિભાગ સસ્પેન્ડ થતા જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલનો ખુલાસો - "મંજૂરી પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કર્યું છે"
૩૫ દર્દીઓની ક્વેરી મામલે હોસ્પિટલનો દાવો : કાર્ડિયાક પ્રોસિજર પહેલા એન્જીયોગ્રાફીના વીડિયો અને જરૂરી રિપોર્ટ્સ PMJAY પોર્ટલ પર અપલોડ કરાયા હતા અને એક્સપર્ટ ટીમની મંજૂરી બાદ જ સ્ટેન્ટ પ્રોસિજર કરવામાં આવી છે

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, તા. 6 ડિસેમ્બર : PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત, જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલના કાર્ડિયાક વિભાગ અને તેના કાર્ડિયોલોજિસ્ટને સસ્પેન્ડ કરવામાં આવતાં હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ખુલાસો રજૂ કરવામાં આવ્યો છે. હોસ્પિટલને ગઇકાલે બપોરે ૧૨ કલાકે PMJAY યોજના તરફથી એક મેઇલ દ્વારા સસ્પેન્શનની જાણ કરવામાં આવી હતી, જેમાં ૩૫ દર્દીઓ અંગે ક્વેરી ઉઠાવવામાં આવી હતી.
હોસ્પિટલનો મજબૂત બચાવ
ઓશવાળ આયુષ હોસ્પિટલે સ્પષ્ટતા કરી છે કે PMJAY યોજનાના પ્રોસેસ ફ્લો મુજબ, કોઈપણ સારવાર માટે એક નિશ્ચિત મંજૂરી (અપ્રુવલ) પ્રક્રિયા હોય છે. હોસ્પિટલના જણાવ્યા મુજબ:
* "અમો દ્વારા અમારા આ PMJAY યોજના હેઠળની ક્વેરી વાળા દરેક ૩૫ દર્દીઓમાં અપ્રુવલ પ્રોસેસ ફોલો કરવામાં આવેલ છે."
* કોઈપણ કાર્ડિયાક પ્રોસીજર, જેમ કે સ્ટેન્ટ પ્રોસિજર, પહેલાં દર્દીના એન્જીયોગ્રાફીના વીડિયો, જરૂરી રિપોર્ટ્સ વગેરે PMJAY યોજનાના પોર્ટલ પર અપલોડ કરવાના હોય છે.
* PMJAY યોજનાની એક્સપર્ટ ટીમ દ્વારા આ તમામ રિપોર્ટ્સ અને વીડિયોનું સંપૂર્ણ રિવ્યુ અને અવલોકન કરાયા બાદ જ સ્ટેન્ટ પ્રોસિજર માટે મંજૂરી (અપ્રુવલ) આપવામાં આવે છે.
* હોસ્પિટલે દાવો કર્યો છે કે, "અમોએ પણ આ દરેક દર્દીમાં PMJAY યોજનાની અપ્રુવલ આવ્યા બાદ જ આ પ્રોસિજરો કરેલ છે."
હોસ્પિટલે વધુમાં જણાવ્યું છે કે, સરકારશ્રી આવનારા દિવસોમાં જ્યારે પણ તેમને બોલાવશે, ત્યારે તેઓ તેમનો પક્ષ રજૂ કરશે અને સસ્પેન્શન પાછું ખેંચી લેવા માટે તેમની પાસે રહેલા જરૂરી પુરાવાઓ, રિપોર્ટ્સ અને રેફરન્સ સરકાર સમક્ષ રજૂ કરશે.
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
