તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
ભાયાવદરમાં બોગસ તબીબ પકડાયો
અમીન વિંછી કોઇ ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો'તો

તસ્વીરમાં પકડાયેલ બોગસ ડોકટર સાથે ભાયાવદર પોલીસનો સ્ટાફ નજરે પડે છે.
રાજકોટ તા. ૬ :.. ભાયાવદરમાં કોઇપણ ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરને પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી.
પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્ય, તથા ધોરાજીના મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી સીમરન ભારદ્વાજ દ્વારા ડીગ્રી વગર ડોક્ટર તરીકેની પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.સી.પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભાયાવદર ટાઉનમાં સરસ્વતી સોસાયટી ખાતે રહેતો અર્મીન ગફારભાઇ વિછી પોતાના કબ્જાના રહેણાક મકાનમાં બનાવેલ દવાખાનામાં કોઇપણ જાતની ડોક્ટરની ડીગ્રી વિના એલોપેથીક ઇન્જેક્શન તથા એન્ટી બાયોટીક દવાઓ રાખી એલોપેથીક ડોક્ટર તરીકેની પ્રેક્ટીશ કરે છે જે હકીકત આધારે ભાયાવદર પોલીસે કોલકી પી.એચ.સી. સેન્ટરના મેડીકલ ઓફીસર તથા સ્ટાફના માણસો સાથે ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતા અમીન ગફારભાઇ વિછી કોઇપણ જાતની ડોક્ટરની ડીગ્રી વિના એલોપેથીક ઇન્જેક્શન તથા એન્ટી બાયોટીક દવાઓ તથા સ્ટીરોઇડ ડ્રગ વાળી દવાઓ રાખી એલોપેથીક ડોક્ટર તરીકેની પ્રેક્ટીસ કરતા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અમીન પોલીસે દવાખાનામાંથી એલોપેથીક ઇન્જેક્શન તથા દવાઓ મળી કુ.કી.રૂ.૯૯૫૭.૫૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કાર્યવાહી ભાયાવદરના પીઆઇ વી.સી. પરમાર, રોહીતભાઇ વાઢેળ, રામજીભાઇ ખટણા, સત્યપાલસિંહ જાડેજા, મહેશભાઇ ગમારા, શક્તિસિંહ જાડેજા, કોલકી પી.એચ.સી. સેન્ટરના મેડીકલ ઓફીસર ડો.શ્રી માનસી શેખલીયા સા. તથા સ્ટાફ જોડાયો હતો.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
