તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
ઉનામાં વખારના ચણતર કામ વેળા દિવાલ તૂટી પડતા બે મજૂરના મોત

ઊના તા.૬: શહેરમાં લાઇબ્રેરી ચોકમાં આવેલ ઇમ્તિયાઝભાઈ વોરાની દુકાનની વખાર (ગોડાઉન) માં દીવાલ ચણવાનું કામ ચાલુ હતું. કામનો કોન્ટ્રાક અરજણભાઈ ડેશરવાળાને આપેલ હતો. કામમાં મજૂરી કામ કરવા આવેલ મૂળ જાફરાબાદના હાલ ઊના મજૂરી કામ કરતા મુસ્તાકભાઈ અબ્દુલભાઈ કરીમનરપાલી ઉ. વ. ૪૦, મુળ જાફરાબાદ હાલ ઊના તાઈ વાડા અને ઇરફાન હાજીભાઈ મન્સૂરી ઉ. વ. ૩૫ રે. હાલ પટેલ કોલોની ઊના અને મજૂરો દસ ફૂટ ઊંચી દીવાલ ચણી હતી. સાંજે તે કચરો કાટમાળ ટ્રેક્ટરમાં ભરતા હતા સફાઈ કરતા હતા ત્યારે અચાનક દીવાલ તૂટી બે મજૂર ઉપર પડી હતી. બન્ને મજૂર ઉપર ધડાકા સાથે પડતા દટાઈ ગયા હતા. ધડાકો થતા આજુબાજુના લોકો આવી જઈ બન્ને મજૂરોને મહામહેનતે બહાર કાઢી બેભાન હાલતમાં ઊનાની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે મળત જાહેર કર્યા હતા.
તેમના પરિવારને અકસ્માતની જાણ થતાં તે પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા. અને બન્ને ના મૃત્યુ ના સમાચાર મળતા કલ્પાંત કરેલ ઘરના કમાનાર મુખ્ય વ્યક્તિ અવસાન પામતા પરિવાર નોંધારો બની ગયો છે. આ અકસ્માત નો બનાવ બનતા પોલીસ ઇન્સ્પેકટર ચૌહાણ નગરપાલિકાના ચીફ ઓફિસર ચૌહાણ અને નગર પાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણિયા પણ પહોંચી ગયા હતા. તપાસ ચાલુ છે
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
