<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

શનિવાર નિમિતે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ઓર્કિડના મિક્સ ફુલોનો શણગાર : ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આયોજન : શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી

રાજકોટ તા.૬ :    સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી  સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને કમળના ફૂલની ડીઝાઇનના એમ્બ્રોઇડરી વર્કવાળા વૃન્દાવનમાં તૈયાર કરાયેલા વાઘા  એવં  ઓર્કિડના મિક્સ ફુલોનો શણગાર  કરાવવામાં આવ્યો છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે,દાદાને  ઓર્કિડના  ફૂલનો હાર પહેરાવ્યો છે. આજે સવારે 5:30 કલાકે  મંગળા આરતી  સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.  આજે અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો  લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વૃંદાવનમાં 4 દિવસની મહેનતે 3 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા કમળના ફૂલની ડીઝાઇનના એમ્બ્રોઇડરી વર્કવાળા વૃન્દાવનમાં તૈયાર કરાયેલા વાઘા   દાદાને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો તો  સિંહાસને  ઓર્કિડના મિક્સ ફુલોનો શણગાર  કરવામાં આવ્યો છે. આ ફુલ વડોદરાથી મંગાવ્યા છે.

(10:02 AM IST)