તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
સંતોએ કણેકણ અને ક્ષણેક્ષણનો ભગવત કાર્યમાં ઉપયોગ કરવો જોઇએઃ મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી
જુનાગઢ ગુરુકુલમાં ૨૦૦ સાધુ સંતોની શિબિર યોજાઈઃ સાધુઓએ પણ પરીક્ષા આપી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.પઃ સંતોએ કણેકણ અને ક્ષણેક્ષણનો ભગવત કાર્યમાં ઉપયોગ કરવો જોઇએ. એમ આજે મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ કહ્યું હતું.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંતોની જૂનાગઢમાં યોજાએલ સંત શિબિરમાં વાત કરેલ. રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની દેશવિદેશની ૬૭ શાખાઓ છે. કોઈપણ જાતની અપેક્ષા વિના ૨૭૫ સંતો ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞામાં રહીને શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક સેવા પ્રવૃત્તિઓ કરતા હોય છે. તેઓના જીવન સાધુતા અને આત્મીયતા સભર બની રહે તેના માટે દર વર્ષે બે વખત એકાદ શાખામાં ઉપસ્થિત થઈ જીવન જીવવાના પાઠ શીખતા હોય છે.
દતાત્રેય જયંતી અને પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણનું વહેલી સવારે વૈદિક મંત્રો દ્વારા પૂજન અર્ચન કરાયું. તથા પંચામૃત સાથે વિવિધ ફળોના રસ તથા ફૂલ પાંખડીઓથી જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંત શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, શ્રી ધર્મવલ્લભદાસજી, શ્રી નારાયણપ્રસાદ સ્વામી, શ્રી ઘનશ્યામ સ્વામી વગેરે વડિલ સંતોએ અભિષેક કરેલ.
વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારા અને પરીક્ષા લેનારા સંતોએ પણ જ્ઞાન વૃદ્ધિ અને અધ્યાત્મ આત્મખોજ અર્થે આ શિબિરમાં પરીક્ષાઓ આપેલ.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
