તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
ભેંસાણના તડકા પીપળીયા ગામના ત્રણ વ્યકિતનો પોલીસે નાકાબંધી કરાવી ધંધુકા પાસેથી છૂટકારો અપાવ્યો

જુનાગઢ તા.પઃ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા સૂચના થઇ આવેલ કે, ભેસાણ તાલુકાના તડકા પીપળીયાના રહીશ સંજયભાઇ ભીખુભાઇ કાપડીયાને તથા તેના સાથેના એ માણસોનું અપહરણ થયેલ હોય જે બાબતે ભોગબનનાર તથા આરોપીઓ સત્વરે તાત્કાલીક શોધી કાઢી આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા સુચનાઓ કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ભેંસાણ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.પી.વણઝારાનાઓ જુનાગઢ જીલ્લામાં કંટ્રોલ રૂમમા તથા રાજય કંટ્રોલ રૂમમાં બાજુના જીલ્લા અમરેલી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર તથા અમદાવાદ રૂરલ કંટ્રોલને જાણ કરી નાકાબંધી કરાવી તેમજ એલ.સી.બી. એસ.ઓ.જી. તેમજ પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી શોધ ખોળ કરી.
જે અનુસંધાને મજકુર આરોપીઓ તથા ભોગબનનારની શોધ ખોળ કરવા હકીકત મેળવી તથા ટેકનીકલ સોર્સીસના આધારે તપાસ કરતા સુંદર બારોપીઓ ધંધુકા આસપાસ હોવાની બાતમી મળતા ત્યાંના સ્થાનીક નાયબ પોલીસ અધિક્ષક આસ્થા રાણાને લાઇજનીંગમાં રાખી તેઓએ ધંધુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ અમીત જાનીએ પોતાની ટીમ લઇ નાકાબંધી કરાવી અને ત્યારબાદ ધંધુકા ચોકડીએ ભેંસાણ પોલીસ તથા ધંધુકા પોલીસ આરોપીઓની વોચ તપાસમા હોય જે દરમ્યાન આરોપીઓ ત્યાથી પસાર થતા આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપીઓ (૧) પ્રશાંતભાઇ સુરેશ ડેડુકીયા રહે. સબડા ગામ, તા.જી.વલસાડ, (૨) કમલેશ ધીરૂભાઇ રૂડાણી રહે નવસારી ડીગી મોહલલો, બાઇબેરી રોડ, (૩) મિત જગદીશભાઇ વેકરીયા રહે. રાબડા ગામ, (૪) અજય ઉર્ફે માસ્તર હરીભાઈ બોઘરા રહે.બ્લોક નં.૬૦૧, એ ટાવર, સહજાનંદ આઇરીસ સોસાયટી, તુલશીધામ ચાર રસ્તા પાસે માંજલપુર, વડોદરા છે. જયારે પકડવાના બાકી આરોપીઓ (૧) પંકજ પાદરા, (૨) અનિલ, (૩) ધવલ ગડારા, (૪) સુરેશ અમીપરા, (૫) અજાણ્યા ઇસમો, (૫) અજાણી મહીલાઓ, (૭) તપાસમાં ખુલે તેનો સમાવેશ થાય છે.
આ કામગીરી પો.ઇન્સ આર.પી.વણઝારા, ભેંસાણ પોસ્ટે પોલીસ ઇન્સ. અમીત જાની, ધંધુકા પો.સ્ટે. પો. હેડ કોન્સ પી.બી.વાઘેલા, તથા આર.યુ.વાળા, તથા કે કે. સોલંકી, તથા પો.કોન્સ. સંજયભાઈ ગલ, વિપુલભાઇ ગોહીલ, પ્રદીપભાઈ વાળા, લાખાભાઈ ગઢવી, વિક્રમભાઇ ગરચર, તથા ડ્રા પો.કોન્સ. કલ્પેશભાઇ ભોપાળા, ભેંસાણ પો.સ્ટે. તથા ધંધુકા પોલીસ સ્ટેશનની ટીમ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
