તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
પોરબંદર ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગ દ્વારા માધવપુર ખાતે ખાદ્ય પેઢીઓનું ચેકીંગ કરાયું
માધવરાય મંદિર તથા ચોપાટી વિસ્તારમાં ખાદ્ય પેઢીઓ પાસેથી ૯૫ કિગ્રા અખાદ્ય જથ્થો નાશ કરાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. પ :.. પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગની ટીમ દ્વારા માધવપુર વિસ્તારમાં વિશેષ ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. માધવરાય મંદિર તથા ચોપાટી વિસ્તારમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી કુલ ૨૧ પેઢીઓની તપાસ કરવામાં આવી.
આ ચેકીંગ દરમિયાન દાઝેલું તેલ, વાસી ભાત, નુડલ્સ, ચટણી, બટેટા, ડુંગળી, લોટ, પંજાબી ગ્રેવી, ચણા, મન્ચુરિયન સહિતની અખાદ્ય તથા માનવ આરોગ્યને હાનિકારક એવી વિવિધ વસ્તુઓનો કુલ ૯૫ કિલો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
તપાસ અભિયાન દરમિયાન ફૂડ સેફટી એક્ટ-૨૦૦૬ મુજબ તમામ વિક્રેતાઓને સ્વચ્છતા અને હાઇજીનિક ફૂડ હેન્ડલિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સાથે જ ભવિષ્યમાં સ્વચ્છતા જાળવીને સુરક્ષિત અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થો વેચાણ કરવા માટે વિસ્તળત સમજ આપવામાં આવી હતી.
પોરબંદર જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગ દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક ઉપલબ્ધ થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
