<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના તમામ ટ્રસ્ટીઓને ચેરિટી કમિશનર સમક્ષ હાજર થવા આદેશ કરાયો

પોરબંદર ચેરિટી કમિશનરે ચેમ્બર ઓફ કોમર્સના તમામ 26 ટ્રસ્ટીઓ ને નોટિસ ફટકારતા શહેરમાં ચકચાર મચી ગઈ

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટીઓને ચેરિટી કમિશનર સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે.  પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. ચેરિટી કમિશનરે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્શિયલ ના 26 ટ્રસ્ટીઓને નોટિસ ફટકારી છે.  અગાઉ રાજકોટ સંયુક્ત કમિશ્નરે 26 ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ કરવા માટે તમામ ટ્રસ્ટીઓની સહમતિ માંગી હતી. આજે પોરબંદર ચેરિટી કમિશનરે ચેમ્બર ઓફ કોમર્સના તમામ 26 ટ્રસ્ટીઓ ને નોટિસ ફટકારતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. 

   ફરિયાદી દિનેશ વ્રજલાલ માંડવિયાએ ચેમ્બર ઓફ કોમર્શિયલ બાંધકામ અને ગેરરીતિ બાબતે ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરી હતી. જેને પગલે ચેરિટી કમિશનરે નોટિસ ફટકારી. આગામી 17 ડિસેમ્બરના રોજ તમામ ટ્રસ્ટીઓને પોરબંદર ચેરિટી કમિશનર કચેરીમાં આધાર પુરાવા સાથે હાજર રહેવા નોટિસ ફટકારાઈ છે 

(6:48 PM IST)