<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

ભાવનગરના હિમાલયા મોલ નજીક બાંધકામ સાઈટના 7માં માળેથી પટકાતા શ્રમિકનુ મોત

નીચે ફટકાતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચતા 108 માં હોસ્પિટલ ખસેડાયા જ્યાં ફરજ પરના તબીબે શ્રમિકને મૃત જાહેર કર્યો

ભાવનગર શહેરના હિમાલયા મોલ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર સાતમા માળેથી શ્રમિક નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું છે. ભાવનગર શહેરના હિમાલયા મોલ નજીક કન્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી. બિલ્ડીંગની કન્સ્ટ્રકશનની કામગીરી દરમિયાન એક શ્રમિક અચાનક નીચે ફટકાયો હતો.  નીચે ફટકાતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચતા 108 માં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે શ્રમિકને મૃત જાહેર કરાતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(6:46 PM IST)