તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
અકસ્માતમાં મૃત્યુ પામેલી લોહાણા સમાજની દિકરીને ન્યાયની માંગઃ ગોંડલમાં મૌન રેલી
પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૪: રાજકોટમાં બેકાબુ કાર દ્વારા સર્જાયેલ અકસ્માતમાં મળત્યુ પામેલી લોહાણા સમાજની દિકરીને ન્યાય અપાવવા અને કાર ચાલકને કડક સજાની માંગ સાથે ગોંડલ લોહાણા સમાજ દ્વારા મૌન રેલીનુ આયોજન કરી આ મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતુ.
આવેદનપત્ર માં જણાવાયું હતુ કે ગત તા.૭/૧૧/૨૫ ના રાજકોટ માં એક મહીલા કાર ચાલક દ્વારા પુરઝડપે અને બેકાબુ કાર ચલાવી નિર્દોષ વ્યક્તિઓ ને ઇજાગ્રસ્ત કરી લોહાણા સમાજ ની દિકરી ધ્રુવી દેવાંગભાઇ કોટેચા નું મોત નિપજાવ્યાં ની ઘટના માં પોલીસે કાર ચાલક ની અટક કરી સામાન્ય ગુન્હો હોય તેમ થોડી કલાકોમાં છોડી મુકેલ જે અન્યાય છે અને લોહાણા સમાજ માટે આઘાતજન છે. આરોપી સામે કડક કાર્યવાહી કરવા અને તપાસમાં કોઇ ઢીલાશ નહી દાખવવા માંગ કરાઇ હતી. આવેદનપત્ર આપતી વેળા લોહાણા સમાજનાં પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા સહિત આગેવાનો અને મહીલાઓ જોડાયા હતાં.(તસ્વીરઃ ભાવેશ ભોજાણીઃ ગોંડલ)
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
